SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ 37 આલોક, મન અને ચક્ષુથી જ્ઞાન (ચાક્ષુષ પ્રત્યક્ષજ્ઞાન) ઉત્પન્ન થાય છે.’ આચાર્ય ઉત્તર આપે છે— અર્થ અને આલોક ચાક્ષુષ પ્રત્યક્ષજ્ઞાનનાં નિમિત્તકારણો નથી કારણ કે વ્યતિરેક ઘટતો નથી. (૨૫) 92. बाह्यो विषयः प्रकाशश्च न चक्षुर्ज्ञानस्य साक्षात्कारणम्, देशकालादिवत्तु व्यवहितकारणत्वं न निवार्यते, ज्ञानावरणादिक्षयोपशमसामग्र्यामारादुपकारित्वेनाञ्जनादिवच्चक्षुरुपकारित्वेन चाभ्युपगमात् । कुतः पुनः साक्षान्न कारणत्वमित्याह- 'अव्यतिरेकात्' व्यतिरेकाभावात् । न हि तद्भावे भावलक्षणोऽन्वय एव हेतुफलभावनिश्चयनिमित्तम् अपि तु तदभावेऽभावलक्षणो व्यतिरेकोऽपि । न चासावर्थालोकयोर्हेतुभावेऽस्ति; मरुमरीचिकादौ जलाभावेऽपि जलज्ञानस्य, वृषदंशादीनां चालोकाभावेऽपि सान्द्रतमतमः - पटलविलिप्तदेशगतवस्तुप्रतिपत्तेश्च दर्शनात् । योगिनां चातीतानागतार्थग्रहणे किमर्थस्य निमित्तत्वम् ? निमित्तत्वे चार्थक्रियाकारित्वेन सत्त्वादतीतानागतत्वक्षतिः । ૧૨૧ આ શંકાનો 92. બાહ્ય વિષય અને પ્રકાશ ચાક્ષુષ પ્રત્યક્ષજ્ઞાનની ઉત્પત્તિમાં સાક્ષાત્ કારણ નથી, પરંતુ દેશ અને કાળની જેમ તેમના પરંપરાથી કારણ હોવાનો અહીં નિષેધ નથી કરવામાં આવ્યો. અમે સ્વીકારીએ છીએ કે બાહ્ય વિષય અને પ્રકાશ જ્ઞાનાવરણીયાદિ કર્મના ક્ષયોપશમની ઉત્પાદક કારણસામગ્રીને સાક્ષાત્ (આરાત્) ઉપકારક છે અને ચક્ષુને અંજનની જેમ (આડકતરી રીતે) ઉપકારક છે. શંકા તો પછી બાહ્ય વિષય અને પ્રકાશને ચાક્ષુષ પ્રત્યક્ષજ્ઞાનની ઉત્પત્તિમાં સાક્ષાત્ નિમિત્તકા૨ણો કેમ નથી ગણ્યા ? - સમાધાન કારણ કે ચાક્ષુષ પ્રત્યક્ષજ્ઞાન સાથે તેમનો વ્યતિરેક નથી. અમુકના હોતાં અમુકનું હોવું (જેમ કે અગ્નિ હોતાં ધૂમનું હોવું) એ અન્વય છે અને તેના ન હોતાં તેનું ન હોવું (જેમ કે અગ્નિ ન હોતાં ધૂમનું ન હોવું) વ્યતિરેક છે. કાર્યકારણભાવનો નિશ્ચય એકલા અન્વયથી નથી થતો પરંતુ તે નિશ્ચય કરવા માટે વ્યતિરેક પણ આવશ્યક છે જ. અર્થાત્ જેના હોતાં કાર્ય થાય અને જેના ન હોતાં કાર્ય ન થાય તે જ તે કાર્યનું કારણ છે. અર્થ અને આલોકની કારણતા માટે જરૂરી આ વ્યતિરેક નથી, કારણ કે મૃગજળમાં જળના અભાવમાં જળનું ચાક્ષુષ જ્ઞાન થાય છે (અર્થાત્ અહીં અર્થના Jain Education International For Private & Personal Use Only . www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy