________________
૧૨૦
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા પ્રહણ' પદ મૂકવામાં આવ્યું છે. આત્મા તો કર્તા છે, કારણ નથી, એટલે એને લક્ષણ લાગુ પડતું નથી, અતિવ્યાતિનો દોષ લક્ષણમાં આવતો નથી. મન સર્વઅર્થોને જાણવાનું સાધન (કરણ) છે એ તો પ્રસિદ્ધ જ વાત છે. વાચકમુખ્ય ઉમાસ્વાતિએ પણ કહ્યું છે, “અનિન્દ્રિયનો (મનનો) વિષય ગ્રુત છે” [તત્ત્વાર્થસૂત્ર, ૨.૨૨]. અહીં વિષયી ઋતથી (શ્રુતજ્ઞાનથી) શ્રતના (શ્રુતજ્ઞાનના) વિષયનો નિર્દેશ કરવામાં આવ્યો છે, એટલે “શ્રુતજ્ઞાનનો વિષય મનનો વિષય છે' એવો અર્થસૂત્રનો થશે. વળી, ઋતએ મતિજ્ઞાનનું ઉપલક્ષણ છે, તેથી “શ્રતથી મતિજ્ઞાન પણ ઉપલક્ષિત (સૂચિત) થાય છે. એટલે છેવટે સૂત્રનો અર્થ થશે “મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય મનનો વિષય છે. વળી, વાચકમુખ્ય ઉમાસ્વાતિએ જ કહ્યું છે, “મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો છે પરંતુ તે દ્રવ્યોના અસંપૂર્ણ પર્યાયો છે” [તત્ત્વાર્થસૂત્ર, ૧.૨૭]. આ કથન અનુસાર મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય સર્વ છે, એટલે મનનો વિષય પણ સર્વ છે એ સિદ્ધ થયું.
90. मनोऽपि पञ्चेन्द्रियवद् द्रव्यभावभेदात् द्विविधमेव । तत्र द्रव्यमनो मनस्त्वेन परिणतानि पुद्गलद्रव्याणि । भावमनस्तु तदावरणीयकर्मक्षयोपशमात्मा लब्धिरात्मनश्चार्थग्रहणोन्मुखो व्यापारविशेष इति ॥२४॥
90. પાંચ ઇન્દ્રિયોની જેમ મનના પણ બે પ્રકાર છે– દ્રવ્યમાન અને ભાવમન. મનરૂપે પરિણત થયેલાં પુદ્ગલદ્રવ્યો દ્રવ્યમાન છે. ભાવમનને આવૃત કરનાર કર્મના ક્ષયોપશમના સ્વભાવવાળું લબ્ધિભાવમન છે અને આત્માનો અર્થગ્રહણોન્મુખ વિશિષ્ટ વ્યાપાર એ ઉપયોગભાવમન છે.(૨૪)
91. नन्वत्यल्पमिदमुच्यते 'इन्द्रियमनोनिमित्तः' इति । अन्यदपि हि चक्षुर्ज्ञानस्य निमित्तमर्थ आलोकश्चास्ति, यदाहु:
"रूपालोकमनस्कारचक्षुद्यः सम्प्रजायते ।
विज्ञानं मणिसूर्यांशुगोशकृद्भ्य इवानलः ॥" इत्यत्राह
नार्थालोको ज्ञानस्य निमित्तमव्यतिरेकात् ॥२५॥ 91. શંકા– સાંવ્યવહારિક પ્રત્યક્ષના લક્ષણમાં બહુ અલ્પ નિમિત્તકારણો કહ્યાં છે, કારણ કે ઇન્દ્રિય અને મન બેને જ નિમિત્તકારણો કહ્યાં છે. ચાક્ષુષ પ્રત્યક્ષજ્ઞાનમાં અર્થ અને આલોક પણ નિમિત્ત કારણો છે. કહ્યું પણ છે, “જેમ મણિ (એક જાતનો કાચ), સૂર્યકિરણ, સૂકું છાણું, વગેરે અનેક નિમિત્તકારણોથી અગ્નિ ઉત્પન્ન થાય છે તેમ રૂપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org