SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ ૧૧૭ 84. સૂત્રમાં જાતિની અપેક્ષાએ દ્રવ્યન્દ્રિયમ્ એવો એકવચનમાં પ્રયોગ કર્યો છે. નિયત'નો અર્થ છે “ખાસ ચોક્કસ”. આકાર'નો અર્થ છે સંરચના. એટલે “નિયત : આકારવાળા (નિયતા :)'નો અર્થ છે “ખાસ ચોક્કસ બાહ્ય અને આત્યંતર સંરચનાવાળા, [આવા પુદ્ગલો દ્રવ્યેન્દ્રિય છે.] પરંતુ “પુદ્ગલ'નો અર્થ શું છે? જેઓ પૂરણ-ગલન ધર્મો ધરાવે છે અર્થાત્ સંયોગ-વિભાગ પામવાનો સ્વભાવ ધરાવે છે અને સ્પર્શ-રસ-ગન્ધ-વર્ણવાળા છે તે પુગલો કહેવાય છે. શ્રોત્ર આદિ ઇન્દ્રિયોમાં કર્ણશખુલી આદિ બાહ્ય પુગલપ્રચય છે, બાહ્ય આકાર છે અને કદમ્બગોલક આદિ આવ્યંતર પુદ્ગલપ્રચય છે, આત્યંતર આકાર છે. આ બન્ને આકારો પુગલદ્રવ્યમય હોવાથી દ્રવ્યેન્દ્રિય છે. અથવા દ્રવ્ય”શબ્દનો પ્રયોગ ‘અપ્રધાન, ગૌણ'ના અર્થમાં પણ થાય છે, જેમ કે અંગારમર્દિક નામની વ્યક્તિ દ્રવ્યાચાર્ય છે અર્થાત ખરા યા પ્રધાન અર્થમાં આચાર્ય નથી પરંતુ ગૌણ અર્થમાં આચાર્ય છે (હલકી કક્ષાનો આચાર્ય છે). “દ્રવ્ય' શબ્દના આ અર્થ પ્રમાણે દ્રવ્યેન્દ્રિય ગૌણ (અપ્રધાન) ઇન્દ્રિય છે. દ્રવ્યન્દ્રિયની ગૌણતાનું કારણ એ છે કે તેનો વ્યાપાર થવા છતાં પણ અને સહકારી કારણો આલોક વગેરે હોવા છતાં પણ ભાવેન્દ્રિય વિના સ્વર્ગાદિનું પ્રત્યક્ષજ્ઞાન ઉત્પન્ન થતું નથી.(૨૨) લબ્ધિ અને ઉપયોગ એ [બે પ્રકારની] ભાવેન્દ્રિય છે. (૨૩) 85. નઝ્મને “બ્ધિઃ' જ્ઞાનાવરણર્મયોપશવિશેષઃ | યત્સન્નિधानादात्मा द्रव्येन्द्रियनिर्वृत्तिं प्रति व्याप्रियते तन्निमित्त आत्मनः परिणामविशेष उपयोगः । अत्रापि भावेन्द्रियम्' इत्येकवचनं जात्याश्रयणात् । भावशब्दोऽनुपसर्जनार्थः । यथैवेन्दनधर्मयोगित्वेनानुपचरितेन्द्रत्वो भावेन्द्र उच्यते तथैवेन्द्रलिङ्गत्वादिधर्मयोगेनानुपचरितेन्द्रलिङ्गत्वादिधर्मयोगि ‘भावेन्द्रियम्' । 85. જ્ઞાનાવરણીય કર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ એ લબ્ધિ છે. જેનિમિત્તની સન્નિધિથી આત્મા દ્રવ્યન્દ્રિયરૂપ પૌદ્ગલિક વિશિષ્ટ સંરચના પ્રતિ વ્યાપાર કરવા માંડે તે નિમિત્તના કારણે ઉત્પન્ન થતો આત્માનો વિશિષ્ટ પરિણામ ઉપયોગ છે. “ભાવેન્દ્રિયમ્” એવો એકવચનનો પ્રયોગ અહીં પણ જાતિની અપેક્ષાએ કરવામાં આવ્યો છે. “ભાવ” શબ્દનો અર્થ છે અનુપસર્જન, અનુપચરિત, મુખ્ય. જેમ ઈન્દન (ઐશ્વર્યભોગ) રૂપ ધર્મ હોવાના કારણે જેનામાં ઇન્દ્રપણું મુખ્યાર્થમાં છે તે “ભાવેન્દ્ર કહેવાય છે તેમ ઇન્દ્રલિંગ_રૂપ ધર્મ હોવાના કારણે જેનામાં ઈન્દ્રલિંગપણું મુખ્યાર્થમાં છે તે ભાવેન્દ્રિય' કહેવાય છે. [કહેવાનો આશય એ છે કે પહેલાં કહેવામાં આવ્યું છે કે ઈન્દ્રના (આત્માના) લિંગને ઈન્દ્રિય કહે છે. આ વ્યુત્પત્તિ મુખ્યાર્થમાં જે ઇન્દ્રિયમાં ઘટે છે તે ઇન્દ્રિય જ ભાવેન્દ્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy