SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા 82. एवमिन्द्रियविषयाणां स्पर्शादीनामपि द्रव्यपर्यायरूपतया भेदाभेदात्मकत्वमवसेयम्, तथैव निर्बाधमुपलब्धेः । तथा च न द्रव्यमात्रं पर्यायमात्रं वेन्द्रियविषय इति स्पर्शादीनां कर्मसाधनत्वं भावसाधनत्वं च द्रष्टव्यम् ॥२१॥ 82. આ રીતે ઇન્દ્રિયોના પાંચ વિષયો સ્પર્શ વગેરેનો પણ પરસ્પર કથંચિત્ ભેદ છે અને કથંચિત્ અભેદ છે. દ્રવ્યની અપેક્ષાએ તેમનો પરસ્પર અભેદ છે. તેઓ એકદ્રવ્યાશ્રિત છે અર્થાત્ એક દ્રવ્યના પર્યાયો છે એટલે એ અર્થમાં તેમનો પરસ્પર અભેદ છે. પરંતુ પર્યાયની અપેક્ષાએ તેમનો પરસ્પર ભેદ છે, સ્પર્શપર્યાય રસ વગેરે પર્યાયોથી ભિન્ન છે, ઇત્યાદિ. આમ સ્પર્શ વગેરે વિષયો પરસ્પર ભેદાભેદાત્મક છે એવું નિશ્ચિતપણે સમજવું જોઈએ કારણ કે એવી નિર્બાધ પ્રતીતિ થાય છે. આ ઉપરથી એ પણ સ્પષ્ટ થાય છે કે ઇન્દ્રિયોનો ગ્રાહ્ય વિષય એકલો દ્રવ્યરૂપ નથી કે એકલો પર્યાયરૂપ નથી પરંતુ દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક છે. વળી, ‘સ્પર્શ’ વગેરે શબ્દો કર્માર્થક પણ છે અને ભાવાર્થક પણ છે એમ સમજવું જોઈએ. [અર્થાત્ ‘સ્પર્શ' એટલે દ્રવ્યગત સ્પર્શ અર્થાત્ જેને સ્પર્શનેન્દ્રિય ગ્રહણ કરે છે તે કર્મ, અને ‘સ્પર્શ' એટલે સ્પર્શ કરવો તે ભાવ.] (૨૧). 83. 'द्रव्यभावभेदानि' इत्युक्तं तानि क्रमेण लक्षयति ૧૧૬ द्रव्येन्द्रियं नियताकाराः पुद्गलाः ॥२२॥ 83. [प्रत्ये ऽन्द्रियना] द्रव्य अने लाव जे जे भेट खायार्ये भावी हीधा छे. હવે આચાર્ય તેમનાં લક્ષણો ક્રમશઃ આપે છે— નિયત આકારવાળા પુદ્ગલો દ્રવ્યેન્દ્રિય છે. (૨૨) 84. ‘द्रव्येन्द्रियम्' इत्येकवचनं जात्याश्रयणात् । नियतो विशिष्टो बाह्य आभ्यन्तरश्चाकारः संस्थानविशेषो येषां ते 'नियताकाराः ' पूरणगलनधर्माण: स्पर्शरसगन्धवर्णवन्तः 'पुद्गलाः ', तथाहि श्रोत्रादिषु यः कर्णशष्कुलीप्रभृतिर्बाह्यः पुद्गलानां प्रचयो यश्चाभ्यन्तरः कदम्बगोलकाद्याकारः स सर्वो द्रव्येन्द्रियम्, पुद्गलद्रव्यरूपत्वात् । अप्राधान्ये वा द्रव्यशब्दो यथा अङ्गारमर्द्दको द्रव्याचार्य इति । अप्रधानमिन्द्रियं द्रव्येन्द्रियम्, व्यापारवत्यपि तस्मिन् सन्निहितेऽपि चालोकप्रभृतिनि सहकारिपटले भावेन्द्रियं विना स्पर्शाद्युपलब्ध्यसिद्धेः ॥२२॥ Jain Education International भावेन्द्रियं लब्ध्युपयोगौ ॥२३॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy