________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૧૫ પાંચ ભિન્ન પુરુષઓની સ્પર્શન આદિ પાંચ પરસ્પર સર્વથા ભિન્ન ઇન્દ્રિયોની સહાયતાથી મન સંકલનશાન કેમ નથી ઉત્પન્ન કરતું? આના ઉત્તરમાં જો તમે કહો કે એ પાંચ ભિન્ન પુરુષોની પાંચ પરસ્પર અત્યંત ભિન્ન ઇન્દ્રિયો વચ્ચે સંબંધનો અભાવ છે (અને તે ઇન્દ્રિયો અને મન વચ્ચે પણ સંબંધનો અભાવ છે) એટલે મન સંકલનાજ્ઞાન ઉત્પન્ન કરતું નથી, તો અમે કહીશું કે એક જ પુરુષની કથંચિત્ ભિન્ન ઇન્દ્રિયોમાં એકદ્રવ્યતાદાભ્યથી અન્ય કયો સંબંધ હોઈ શકે ? બીજો કોઈ સંબંધ માનતાં બાધા આવે છે. અને આ એકદ્રવ્યતાદાભ્યસંબંધ એ જ તો ઇન્દ્રિયોનો પરસ્પર કથંચિત્ અભેદ છે. આ એકદ્રવ્ય જેની સાથે ઇન્દ્રિયોનો તાદાભ્યસંબંધ છે તે આત્મદ્રવ્ય છે. મનનો પણ આત્મા સાથે તાદાભ્યસંબંધ છે.]
આ ઇન્દ્રિયોના પારસ્પરિક કથંચિત ભેદ અને કંચિત્ અભેદની સિદ્ધિ દ્વારા આત્માથી ઇન્દ્રિયોના સર્વથા ભેદ કે સર્વથા અભેદના મતો ખંડિત થઈ જાય છે. જો આત્માથી ઇન્દ્રિયોનો (કરણોનો) સર્વથા અભેદ માનવામાં આવે તો આત્માની જેમ ઈન્દ્રિયોને (કરણોને) કર્તરૂપ માનવી પડે, યા ઇન્દ્રિયોની જેમ આત્માને કરણરૂપ માનવો પડે, યા તો બન્નેને બન્ને રૂપવાળાં માનવા પડે, કારણ કે ઇન્દ્રિયો અને આત્મામાં ભેદક વિશેષોનો અભાવ છે. અને આત્માથી ઇન્દ્રિયોનો સર્વથા ભેદ માનવામાં આવે તો બીજાની ઇન્દ્રિયોની જેમ પોતાની ઇન્દ્રિયો પણ કરણ નહિ બની શકે અને આત્માને માટે કરણોનો અભાવ થઈ જશે. અથવા તો એનાથી વિપરીત બનશે અર્થાતુ પોતાની ઇન્દ્રિયોની જેમ બીજાની ઇન્દ્રિયો પણ કારણ બની જશે, પોતાની ઇન્દ્રિયો અને બીજાની ઇન્દ્રિયો એવો ભેદ રહેશે નહિ. [આત્માથી ઇન્દ્રિયોનો સર્વથા ભેદ હોતાં પોતાનીબીજાની ઇન્દ્રિયો વચ્ચે કોઈ વિશેષતા યા ભેદ નહિ રહે. તેથી આત્માથી ઇન્દ્રિયોનો કથંચિત ભેદ છે અને કથંચિત્ અભેદ છે એ અનેકાન્ત પક્ષને જ સ્વીકારવો જોઈએ કારણ કે એવી જ પ્રતીતિ થાય છે અને આ પક્ષને સ્વીકારવામાં કોઈ બાધક પણ નથી. ___81. द्रव्येन्द्रियाणामपि परस्परं स्वारम्भकपुद्गलद्रव्येभ्यश्च भेदाभेदद्वारानेकान्त एव युक्तः, पुद्गलद्रव्यार्थादेशादभेदस्य पर्यायार्थादेशाच्च भेदस्योपपद्यमानत्वात् ।
81. સ્પર્શનદ્રબેન્દ્રિય આદિ પાંચ દ્રવ્યેન્દ્રિયો પરસ્પર કથંચિત ભિન્ન છે અને કથંચિત અભિન્ન છે. વળી, આ પાંચે દ્રવ્યન્દ્રિયો જે પુદ્ગલદ્રવ્યોની બનેલી છે તે પુદ્ગલદ્રવ્યોથી અર્થાત પોતાના ઉપાદાનકારણભૂત પુગલદ્રવ્યોથી પણ કથંચિત ભિન્ન છે અને કથંચિત અભિન્ન છે. દ્રવ્યની અપેક્ષાએ કાર્યભૂત દ્રવ્યેન્દ્રિયો અને ઉપાદાનકારણભૂત પુગલદ્રવ્યો વચ્ચે અભેદ, અને પર્યાયની અપેક્ષાએ તેમની વચ્ચે ભેદ ઘટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org