________________
૧૧૪
હેમચન્દ્રાચાર્યકુત પ્રમાણમીમાંસા प्रसङ्गश्च । भेदैकान्तेऽपि तेषामेकत्र सकल(सङ्कलन)ज्ञानजनकत्वाभावप्रसङ्गः सन्तानान्तरेन्द्रियवत् । मनस्तस्य जनकमिति चेत्; न; तस्येन्द्रियनिरपेक्षस्य तज्जनकत्वाभावात् । इन्द्रियापेक्षं मनोऽनुसन्धानस्य जनकमिति चेत् सन्तानान्तरेन्द्रियापेक्षस्य कुतो न जनकत्वमिति वाच्यम् ? । प्रत्यासत्तेरभावादिति चेत्; अत्र का प्रत्यासत्तिरन्यत्रैकद्रव्यतादात्म्यात् ?, प्रत्यासत्त्यन्तरस्य च व्यभिचारादिति । एतेन तेषामात्मना भेदाभेदैकान्तौ प्रतिव्यूढौ । आत्मना करणानामभेदैकान्ते कर्तृत्वप्रसङ्गः, आत्मनो वा करणत्वप्रसङ्गः, उभयोरुभयात्मकत्वप्रसङ्गो वा, विशेषाभावात् । ततस्तेषां भेदैकान्ते चात्मनः करणत्वाभावः सन्तानान्तरकरणवद्विपर्ययो वेति प्रतीतिसिद्धत्वाद्बाधकामावाच्चानेकान्त एवाश्रयणीयः ।
80. દ્રવ્યાર્થિક દૃષ્ટિએ તે પાંચે ઇન્દ્રિયોનો પરસ્પર કથંચિત્ અભેદ છે અને પર્યાયાર્થિક દૃષ્ટિએ તેમનો પરસ્પર કથંચિત્ ભેદ છે. તેમનો પરસ્પર એકાન્ત અર્થાત સર્વથા અભેદ માનવામાં આવે તો સ્પર્શનેન્દ્રિય સ્પર્શની જેમ રસ આદિને પણ ગ્રહણ કરે છે એમ માનવાની આપત્તિ આવે, વળી જ્યારે એક જ ઇન્દ્રિય બધા વિષયોની ગ્રાહક હોય તો બાકીની ઇન્દ્રિયોને માનવી વૃથા થઈ પડે, ઉપરાંત એક ઇન્દ્રિય પૂર્ણ બનતાં બધી પૂર્ણ બની જવાની અને એક ઇન્દ્રિયને નુકસાન થતાં બધી ઇન્દ્રિયોને નુકસાન થવાની આપત્તિ આવે. તેમનો પરસ્પર એકાન્ત અર્થાત્ સર્વથા ભેદ માનવામાં આવે તો જેમ જુદા જુદા પુરુષોની ઇન્દ્રિયો કોઈ એક વસ્તુ અંગેનું સંકલનાજ્ઞાન ઉત્પન્ન નથી કરી શકતી તેમ એક જ પુરુષની ઇન્દ્રિયો પણ એક જ વસ્તુ અંગેનું સંકલનાજ્ઞાન ઉત્પન્ન નહિ કરી શકે, આ તો આપત્તિ કહેવાય. [જે કેરીને મેં જોઈ હતી તેને મેં સુંઘી પણ હતી, સ્પર્શ પણ કર્યો હતો અને ચાખી પણ હતી આ જાતના સંકલનાજ્ઞાનના અભાવની આપત્તિ આવે. આવું સંકલનાજ્ઞાન ઇન્દ્રિયોનો પરસ્પર કથંચિત્ અભેદ માન્યા વિના ન ઘટે.] જો કોઈ કહે કે આવું સંકલનાજ્ઞાન તો મનથી ઉત્પન્ન થાય છે એટલે ઇન્દ્રિયોનો પરસ્પર સર્વથા ભેદ એને કોઈ હાનિ નહિ કરી શકે, તો કહેવું જોઈએ કે ઈન્દ્રિયોનો પરસ્પર સર્વથા ભેદ મનને આવું સંકલનાજ્ઞાન ઉત્પન્ન જ નહિ કરવા દે કારણ કે ઇન્દ્રિયનિરપેક્ષ મન આવું સંકલનાજ્ઞાન ઉત્પન્ન કરતું નથી, અને મનને ઇન્દ્રિયોની સહાયતા હોય તો પણ ઇન્દ્રિયો પરસ્પર સર્વથા ભિન્ન હોવાથી મને સંકલનાજ્ઞાન ઉત્પન્ન નહિ કરી શકે. તેમ છતાં પણ જો કહેવામાં આવે કે પરસ્પર સર્વથા ભિન્ન ઇન્દ્રિયોની સહાયતાથી મન સંકલનાજ્ઞાન ઉત્પન્ન કરી શકે તો અમે તેની સામે કહીશું કે તો પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org