SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ * હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા કહેવાય છે.] 86. तत्र लब्धिस्वभावं तावदिन्द्रियं स्वार्थसंवित्तावात्मनो योग्यतामादधद्भावेन्द्रियतां प्रतिपद्यते । नहि तत्रायोग्यस्य तदुत्पत्तिराकाशवदुपपद्यते स्वार्थसंविद्योग्यतैव च लब्धिरिति । उपयोगस्वभावं पुनः स्वार्थसंविदि व्यापारात्मकम् । नह्यव्यापृतं स्पर्शनादिसंवेदनं स्पर्शादि प्रकाशयितुं शक्तम्, सुषुप्तादीनामपि तत्प्रकाशकत्वप्राप्तेः । 86. લબ્ધિરૂપ સ્વભાવવાળી ભાવેન્દ્રિય સ્વ-પરને જાણવાની યોગ્યતા આત્મામાં ઉત્પન્ન કરીને ભાવેન્દ્રિયપણું પામે છે. સ્વ અને પરને જાણવાની યોગ્યતા જ જેનામાં ન હોય તેનામાં આકાશની જેમ સ્વ-પરનું જ્ઞાન ઉત્પન્ન થતું જ નથી અને સ્વ અને પારને જાણવાની યોગ્યતા જ લબ્ધિ છે. ઉપયોગરૂપ સ્વભાવવાળી ભાવેન્દ્રિય સ્વ-પરને જાણવામાં થતા વ્યાપારના સ્વભાવવાળી છે. સ્પર્ધાદિને જાણવાનો વ્યાપાર ન થાય ત્યાં સુધી જ્ઞાતા આત્મા સ્પર્શ આદિને જાણવા શક્ય નથી. જો સ્પર્શાદિને જાણવાના વ્યાપાર વિના જ કોઈ સ્પર્શાદિને જાણવા શક્ત હોય તો ગાઢ નિદ્રામાં પડેલો પણ સ્પર્શાદિને જાણે, પ્રત્યક્ષ અનુભવે. 87. સ્વાર્થપ્રાશને વ્યાવૃતી સંવેનોપયોગત્વે ત્વવિદ્રિયत्वानुपपत्तिरिति चेत्; न; कारणधर्मस्य कार्येऽनुवृत्तेः । नहि पावकस्य प्रकाशकत्वे तत्कार्यस्य प्रदीपस्य प्रकाशकत्वं विरुध्यते । न च येनैव स्वभावेनोपयोगस्येन्द्रियत्वम्, तेनैव फलत्वमिष्यते येन विरोध: स्यात् । साधकतमस्वभावेन हि तस्येन्द्रियत्वं क्रियारूपतया च फलत्वम् । यथैव हि प्रदीपः प्रकाशात्मना प्रकाशयतीत्यत्र साधकतमः प्रकाशात्मा करणम्, क्रियात्मा फलम्, स्वतन्त्रत्वाच्च कर्तेति सर्वमिदमनेकान्तवादे न दुर्लभमित्यસંપ્રલ રરૂા. 87. શંકા – પોતાને અને અર્થને જાણવામાં પ્રવૃત્ત જ્ઞાનને જ ઉપયોગ માનતાં તો ઉપયોગ ઈન્દ્રિય (કરણ) નહિ રહે કારણ કે તે ઉપયોગ તો ફળ(કાર્ય) છે, તેને ઇન્દ્રિય કેવી રીતે કહેવાય?, આમ ઉપયોગનું ઇન્દ્રિયપણું નહિ ઘટે. સમાધાન – ના, એવું નથી, કારણ કે કારણનો ધર્મ કાર્યમાં પણ ચાલ્યો આવે છે. અગ્નિ પ્રકાશક છે એટલે તેનું કાર્ય દીપક પ્રકાશક ન હોવું જોઈએ એવું તો નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy