________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૦૯ ઉત્પન્ન થાય છે તેમ છતાં તેમનો એકબીજાથી આત્યંતિક ભેદ નથી – તેઓ સર્વથા પૃથક પૃથક જ્ઞાનો નથી, પરંતુ પૂર્વ પૂર્વ જ્ઞાન જ ઉત્તર ઉત્તર જ્ઞાન રૂપે પરિણત થાય છે અર્થાત્ અવગ્રહ ઈહાના રૂપમાં, ઈહા અવાયના રૂપમાં અને અવાય ધારણાના રૂપમાં પરિણત થાય છે. આમ તેમનામાં રહેલી એકાત્મતા દર્શાવવા માટે “આત્મ' શબ્દ વપરાયો છે. સમીચીન પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહાર સંવ્યવહાર છે. તે જેનું પ્રયોજન છે તે “સાંવ્યવહારિક' પ્રત્યક્ષ છે. આ સાંવ્યવહારિક પ્રત્યક્ષની ઉત્પત્તિમાં ઇન્દ્રિય અને મનને નિમિત્તકારણો કહ્યાં છે પણ કેટલાંક સાંવ્યવહારિક પ્રત્યક્ષોમાં ઇન્દ્રિય અને મન સાથે મળીને બન્ને નિમિત્તકારણો છે અને કેટલાંકમાં કેવળ એકલું મન જ નિમિત્તકારણ છે. જે સાંવ્યવહારિક પ્રત્યક્ષની ઉત્પત્તિમાં ઈન્દ્રિય પ્રધાનપણે અને મન ગૌણપણે નિમિત્તકારણ હોય તે ઇન્દ્રિયજ સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે અને જે સાંવ્યવહારિક પ્રત્યક્ષ કેવળ એકલા વિશુદ્ધિયુક્ત મન રૂપ નિમિત્તકારણથી જ ઉત્પન્ન થાય છે તે મનોનિમિત્તક સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે.
73. નનુ પસંવેવનરૂપમ પ્રત્યક્ષમતિ તત્ માત્રોમ્ ?, इति न वाच्यम्; इन्द्रियजज्ञानस्वसंवेदनस्येन्द्रियप्रत्यक्षे, अनिन्द्रियजसुखादिसंवेदनस्य मनःप्रत्यक्षे, योगिप्रत्यक्षस्वसंवेदनस्य योगिप्रत्यक्षेऽन्तर्भावात् । स्मृत्यादिस्वसंवेदनं तु मानसमेवेति नापरं स्वसंवेदनं नाम प्रत्यक्षमस्तीति भेदेन नोक्तम् ॥२०॥
73. શંકા–સ્વસંવેદનરૂપ બીજું પણ એક પ્રત્યક્ષ છે, તેને કેમ ગણાવ્યું નથી?
સમાધાન–આમ ન કહેવું જોઈએ. તેનું કારણ નીચે પ્રમાણે છે–[સ્વસંવેદન પ્રત્યક્ષ છે પરંતુ અન્ય પ્રત્યક્ષોથી પૃથક નથી). ઇન્દ્રિય પ્રત્યક્ષનું સ્વંસંવેદન ઇન્દ્રિયજ પ્રત્યક્ષમાં, મનોનિમિત્તક સુખાદિનું સંવેદન મનોનિમિત્તક પ્રત્યક્ષમાં, યોગિપ્રત્યક્ષનું સ્વસંવેદન યોગિપ્રત્યક્ષમાં અન્તર્ભાવ પામે છે. સ્મૃતિ વગેરે જ્ઞાનોનું સ્વસંવેદન માનસ પ્રત્યક્ષ જ છે. આ કારણે સ્વસંવેદન પ્રત્યક્ષ પૃથફન હોવાથી સ્વસંવેદન પ્રત્યક્ષનો અલગ ભેદ તરીકે ઉલ્લેખ નથી કર્યો. (૨૦)
74. ત્યુિતિક્રિયા નક્ષતિ– स्पर्शरसगन्धरुपशब्दग्रहणलक्षणानि स्पर्शनरसनघ्राणचक्षुः
श्रोत्राणीन्द्रियाणि द्रव्यभावभेदानि ॥२१॥
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International
10.