________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
પણ વિશુદ્ધિ આદિના ભેદે તેમની વચ્ચે ભેદ છે. વિશુદ્ધિભેદ · અવધિજ્ઞાનથી મન:પર્યાયજ્ઞાન વધુ વિશુદ્ધ છે. જે મનોદ્રવ્યોને અવધિજ્ઞાની જાણે છે તે મનોદ્રવ્યોને મન:પર્યાયજ્ઞાની વધુ વિશુદ્ધરૂપે (અર્થાત્ વધુ સ્પષ્ટપણે) જાણે છે. [અવધિજ્ઞાનના વિષય કરતાં મન:પર્યાયજ્ઞાનનો વિષય ઓછો હોવા છતાં મન:પર્યાયજ્ઞાન અવધિજ્ઞાનથી વધુ વિશુદ્ધ મનાયું છે, કારણ કે વિશુદ્ધિની ન્યૂનાધિકતાનો આધાર વિષયની ન્યૂનાધિકતા ઉપર નથી પરંતુ વિષયમાં રહેલી ન્યૂનાધિક સૂક્ષ્મતાઓને જાણવા ઉપર છે.]
68. क्षेत्रकृतश्चानयोर्भेदः – अवधिज्ञानमङ्गुलस्यासङ्ख्यभागादिषु भवति आ सर्वलोकात्, मनःपर्यायज्ञानं तु मनुष्यक्षेत्र एव भवति ।
૧૦૭
―
68. ક્ષેત્રભેદ — અવધિજ્ઞાનનું ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગ આદિથી લઈને આખા લોક સુધીનું છે, અર્થાત્ જઘન્યતઃ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા ક્ષેત્રમાં રહેલા અને ઉત્કૃષ્ટતઃ આખા લોકમાં રહેલા રૂપી પદાર્થોને અવધિજ્ઞાન જાણે છે. પરંતુ મનઃપર્યાયજ્ઞાનનું ક્ષેત્ર તો કેવળ મનુષ્યક્ષેત્ર જ છે, અર્થાત્ અઢી દ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોનાં મનોદ્રવ્યોના પર્યાયોને જ મન:પર્યાયજ્ઞાન જાણે છે.
69. स्वामिकृतोऽपि - अवधिज्ञानं संयतस्यासंयतस्य संयतासंयतस्य च सर्वगतिषु भवति; मनः पर्यायज्ञानं तु मनुष्यसंयतस्य प्रकृष्टचारित्रस्य प्रमत्तादिषु क्षीणकषायान्तेषु गुणस्थानकेषु भवति । तत्रापि वर्धमानपरिणामस्य नेतरस्य । वर्धमानपरिणामस्यापि ऋद्धिप्राप्तस्य नेतरस्य । ऋद्धिप्राप्तस्यापि कस्यचिन्न सर्वस्येति ।
I
I
69. સ્વામીભેદ ——— અવધિજ્ઞાન સંયમી, અસંયમી અને સંયમાસંયમીને હોઈ શકે છે અને એટલે તે ચારે ગતિઓના જીવોને (દેવોને, મનુષ્યોને, તિર્યંચોને અને નારકોને) હોઈ શકે છે, પરંતુ મનઃપર્યાયજ્ઞાન પ્રમત્તસંયતગુણસ્થાનથી લઈને ક્ષીણકષાયગુણસ્થાન સુધીનાં ગુણસ્થાનોમાં રહેલા સંયત અને પ્રકૃષ્ટ ચારિત્રવાળા મનુષ્યને જ હોઈ શકે છે, તેમાં પણ જેમનો પરિણામ વર્ધમાન હોય તેમને જ હોઈ શકે છે, બીજાને નહિ; વર્ધમાન પરિણામવાળાઓમાં પણ જેઓ ઋદ્ધિપ્રાપ્ત હોય તેમને જ હોઈ શકે છે, અન્યને નહિ; વર્ધમાન પરિણામવાળા ઋદ્ધિપ્રામોમાં પણ કોઈ કોઈને જ હોય છે, બધાને નહિ.
70. વિષય તથ—પવદ્રવ્ય સર્વપર્યાયેવવિષયનિવધસ્તર્नन्तभागे मनःपर्यायस्य इति । अवसितं मुख्यं प्रत्यक्षम् ॥१९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org