________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૧૦૫ 63. ને વત્ન એવમેવ મુરાં પ્રત્યક્ષમ વચેત્યારું
તારગેડવધિમન:પર્યાય ૨૮ 63. સિર્ફ કેવળજ્ઞાન જ મુખ્ય પ્રત્યક્ષ નથી. પરંતુ બીજાં જ્ઞાનો પણ મુખ્ય પ્રત્યક્ષ છે. તે જ્ઞાનો કયાં છે તે આચાર્ય કહે છે–
આવરણક્ષયનું તારતમ્ય હોતાં અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે બન્ને પણ મુખ્ય પ્રત્યક્ષ છે. (૧૮)
64. સર્વથાવરવિનયે વત્તમ, તવરાવિયી “તારતમ્ય' आवरणक्षयोपशमविशेषे तन्निमित्तक: ‘अवधि:' अवधिज्ञानं 'मन: पर्याय:' मनःपर्यायज्ञानं च मुख्यमिन्द्रियानपेक्षं प्रत्यक्षम् । तत्रावधीयत इति 'अवधिः' मर्यादा सा च "रूपिष्ववधेः" [तत्त्वा. १.२८] इति वचनात् रूपवद्र्व्यविषया अवध्युपलक्षितं ज्ञानमप्यवधिः । स द्वेधा भवप्रत्ययो गुणप्रत्ययश्च । तत्राद्यो देवनारकाणां पक्षिणामिव वियद्गमनम् । गुणप्रत्ययो मनुष्याणां तिरश्चां च ।
64. જ્ઞાનાવરણીય કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં કેવલજ્ઞાન થાય છે, પરંતુ જયારે આવરણક્ષયનું તારતમ્ય હોય છે અર્થાત્ વિશિષ્ટ ક્ષયોપશમ હોય છે ત્યારે ઇન્દ્રિયોની અપેક્ષા ન રાખનારાં અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ બન્ને જ્ઞાન પણ મુખ્ય પ્રત્યક્ષ છે. અવધિ અર્થાત મર્યાદાથી યુક્ત જ્ઞાન અવધિજ્ઞાન કહેવાય છે. મર્યાદા એ છે કે આ જ્ઞાન રૂપી દ્રવ્યોને જ જાણે છે. દૂરસ્થ અર્થાત દેશ-કાલની દષ્ટિએ દૂર રહેલા રૂપી દ્રવ્યોને અને અન્તરિતયા ઢંકાયેલા વગેરે રૂપી દ્રવ્યોને અવધિજ્ઞાન જાણે છે.] તત્વાર્થસૂત્રમાં પણ કહ્યું છે, “રૂપી દ્રવ્યોમાં જ અવધિજ્ઞાનના વિષયનો નિયમ છે” [તત્ત્વાર્થસૂત્ર ૧.૨૮]. આ જ્ઞાનના બે પ્રકારો છે–ભવપ્રત્યય અને ગુણપ્રત્યય. [ભવ એટલે જન્મ, અને પ્રત્યય એટલે કારણ – નિમિત્તકારણ. જેની ઉત્પત્તિમાં નિમિત્તકારણ ભવ છે તે ભવપ્રત્યય. એનો અર્થ એ કે ભવપ્રત્યય અવધિજ્ઞાન જન્મજાત છે. ગુણ એટલે વ્રત, નિયમ, આદિ. જેની ઉત્પત્તિમાં ગુણો (ગુણોનું અનુષ્ઠાન) નિમિત્તકારણ છે તે અવધિજ્ઞાન ગુણપ્રત્યય છે. અર્થાત ગુણપ્રત્યય અવધિજ્ઞાન જન્મસિદ્ધ નથી. ભવપ્રત્યય અવધિજ્ઞાન જન્મસિદ્ધ છે.] ભવપ્રત્યય અવધિજ્ઞાન દેવો અને નારકોને જ હોય છે. જેમ પક્ષીઓમાં આકાશમાં ઉડવાની શક્તિ જન્મજાત હોય છે તેમ દેવો અને નારકોમાં અવધિજ્ઞાન જન્મજાત હોય છે. ગુણપ્રત્યય અવધિજ્ઞાન મનુષ્યો અને તિર્યંચોને જ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org