________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ भा. १.१.२.] इति वदता भूताद्यर्थपरिज्ञानं कस्यचित् पुंसोऽभिमतमेव, अन्यथा कस्मै वेदस्त्रिकालविषयमर्थं निवेदयेत् ? । स हि निवेदयंस्त्रिकालविषयतत्त्वज्ञमेवाधिकारिणमुपादत्ते, तदाह
"त्रिकालविषयं तत्त्वं कस्मै वेदो निवेदयेत् । अक्षय्यावरणैकान्तान्न चेद्वेद तथा नरः ॥"
[fસદ્ધિવિ. પૃ. ૪૨૪A] इति त्रिकालविषयवस्तुनिवेदनाऽन्यथानुपपत्तेरतीन्द्रियकेवलज्ञानसिद्धिः ।
56. વળી, “વેદ ભૂત, વર્તમાન, ભવિષ્યન્તુ, સૂક્ષ્મ, વ્યવહિત અને વિપકૃષ્ટ એ પ્રકારના અન્ય બધા પદાર્થોનું જ્ઞાન કરાવે છે. કોઈ પણ ઇન્દ્રિય આવું જ્ઞાન કરાવતી નથી” [શાબરભાષ્ય ૧.૧.૨] આમ કહેતા શબરસ્વામીએ ભૂત, ભવિષ્ય, આદિના જ્ઞાનને કોઈ પુરુષમાં સ્વીકાર્યું છે જ. જો કોઈ પણ પુરુષને ત્રણેય કાલના પદાર્થોનું જ્ઞાન સંભવતું ન હોય તો વેદ કોને ત્રણેય કાલના પદાર્થોને જણાવે? વેદ ત્રણેય કાલના પદાર્થોને જણાવે છે એનો અર્થ એ કે ત્રણેય કાળના વિષયોને અર્થાત્ પદાર્થોને જાણવા માટે અધિકારી પુરુષનો વેદ સ્વીકાર કરે છે. એટલે અકલંકદેવ કહે છે, “જો કર્માવરણોનો સંપૂર્ણ ક્ષય થઈ શકતો જ ન હોય અને પરિણામે પુરુષને ત્રણેય કાળના પદાર્થો કે વિષયોનું જ્ઞાન થઈ શકતું જ ન હોય તો વેદ ત્રણેય કાળના વિષયો કોને જણાવે?” [સિદ્ધિવિનિશ્ચય પૃ. ૪૧૪A]. ત્રણેય કાળના વિષયને જાણનારા અતીન્દ્રિય જ્ઞાન અર્થાત કેવળજ્ઞાનને સ્વીકાર્યા વિના ત્રણેય કાળના વિષયોનું વેદ દ્વારા કરાતું નિવેદન ઘટતું ન હોવાથી અતીન્દ્રિય કેવલજ્ઞાનની સિદ્ધિ થઈ જાય છે.
57. किञ्च, प्रत्यक्षानुमानसिद्धसंवादं शास्त्रमेवातीन्द्रियार्थदर्शिसद्भावे प्रमाणम् । य एव हि शास्त्रस्य विषयः स्याद्वादः स एव प्रत्यक्षादेरपीति સંવર્વિઃ, તથાદિ
"सर्वमस्ति स्वरूपेण पररूपेण नास्ति च ।
अन्यथा सर्वसत्त्वं स्यात् स्वरूपस्याप्यसम्भवः ॥" इति दिशा प्रमाणसिद्धं स्याद्वादं प्रतिपादयन्नागमोऽर्हतस्सर्वज्ञतामपि प्रतिपादयति, यदस्तुम
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org