________________
૯૨
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા કાળથી લાગેલા મલને સંપૂર્ણપણે દૂર કરી શકાય છે અર્થાત્ મલનો નાશ કરી શકાય છે, તેવી જ રીતે અનાદિ કાળથી આત્મા ઉપર લાગેલાં જ્ઞાનાવરણીય આદિ કર્મોનાં આવરણોને પણ તે કર્મોની વિરોધી રત્નત્રયીના (જ્ઞાન-દર્શન-ચારિત્રત્રયીના) અભ્યાસ દ્વારા નષ્ટ કરી શકાય છે.
52. न चामूर्तस्यात्मनः कथमावरणमिति वाच्यम्; अमूर्ताया अपि चेतनाशक्तेर्मदिरामदनकोद्रवादिभिरावरणदर्शनात् । 52. શંકા–અમૂર્ત આત્માને મૂર્ત (પૌગલિક) કર્મોનું આવરણ કેવી રીતે સંભવે?
સમાધાન – આપણે દેખીએ છીએ કે મદિરા, મદનકોદ્રવ, વગેરે મૂર્તિ હોવા છતાં અમૂર્ત ચેતનાશક્તિને આવરે છે, રુંધે છે. તેવી જ રીતે મૂર્તિ જ્ઞાનાવરણાદિ કર્મો આત્માને અર્થાત્ આત્માની જ્ઞાનાદિ શક્તિઓને આવરે છે. 53. કથાવરણીયતપ્રતિપક્ષાગ્યામાત્મા વિતિ ન વા? ( વીતઃ ?
"वर्षातपाभ्यां किं व्योम्नश्चर्मण्यस्ति तयोः फलम् ।
चर्मोपमश्चेत् सोऽनित्यः खतुल्यश्चेदसत्फलः ॥" इति चेत् ; न; अस्य दूषणस्य कूटस्थनित्यतापक्ष एव सम्भवात्, परिणामिनित्यश्चात्मेति तस्य पूर्वापरपर्यायोत्पादविनाशसहितानुवृत्तिरूपत्वात्, एकान्तनित्यक्षणिकपक्षयोः सर्वथार्थक्रियाविरहात्, यदाह
"अर्थक्रिया न युज्येत नित्यक्षणिकपक्षयोः ।
क्रमाक्रमाभ्यां भावानां सा लक्षणतया मता ॥"[लघी. २.१] રૂતિ llઉધા.
53. શંકા – આવરણીય કર્મોના કારણે તેમજ તે કર્મોની પ્રતિપક્ષભૂત (અર્થાત વિરોધી) રત્નત્રયીની આરાધનાના કારણે આત્મામાં વિકાર (અર્થાત પરિવર્તન, પરિણામ) થાય છે કે નહિ?
હેમચન્દ્રાચાર્ય – તેથી તમે શું કહેવા માગો છો?
શંકાકાર – અમે આ કહેવા માગીએ છીએ : વરસાદ પડે કે તડકો પડે, તેથી આકાશને શું? આકાશ ઉપર તેની કોઈ અસર થતી નથી કારણ કે આકાશ નિત્ય છે. પરંતુ ચામડા ઉપર તો વરસાદ. અને તડકો બન્નેની અસર થાય છે કારણ કે તે અનિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org