________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૯૩
છે. જો આત્મા ચામડા સમાન હોય તો તે અનિત્ય બની જાય. અને જો આત્મા આકાશ સમાન હોય તો ન તો આવરણીય કર્મોની તેના ઉપર અસર થાય કે ન તો રત્નત્રયની તેના ઉપર અસર થાય, અર્થાત્ આવરણીય કર્મો અને રત્નત્રય બન્ને આત્માની બાબતમાં નિષ્ફળ છે.
હેમચન્દ્રાચાર્ય આ દોષ તો આત્માને ફૂટસ્થનિત્ય માનીએ તો જ આવે. પરંતુ આત્મા ફૂટસ્થનિત્ય નથી, તે તો પરિણામિનિત્ય છે. તેના પર્યાયો ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે—પૂર્વ પૂર્વ પર્યાય નાશ પામે છે અને ઉત્તર ઉત્તર પર્યાય ઉત્પન્ન થાય છે - પરંતુ તે બધા પર્યાયોમાં આત્મદ્રવ્ય એક સૂત્રરૂપે અનુસૂત રહે છે. [આનો અર્થ એ છે કે આત્મા એકાન્ત નિત્ય પણ નથી કે એકાન્ત અનિત્ય પણ નથી. આત્મપર્યાયોની દૃષ્ટિએ આત્મા અનિત્ય છે પરંતુ આત્મદ્રવ્યની દૃષ્ટિએ આત્મા નિત્ય છે. આમ આત્મા નિત્યાનિત્ય છે અર્થાત્ પરિણામિનિત્ય છે.] એકાન્ત નિત્યતાના પક્ષમાં કે એકાન્ત અનિત્યતા (ક્ષણિકતા)ના પક્ષમાં અર્થક્રિયાનો (કાર્યોત્પત્તિનો) સર્વથા અસંભવ છે. અકલંકદેવે કહ્યું પણ છે, “[ જે વસ્તુ અર્થક્રિયા કરે છે (કાર્ય કરે છે, કાર્યને ઉત્પન્ન કરે છે) તે વસ્તુ સત્ છે.] એકાન્ત નિત્યતાના પક્ષમાં કે એકાન્ત ક્ષણિકતાના પક્ષમાં વસ્તુ અર્થક્રિયાકારી (કાર્યકારી) ઘટતી જ નથી. વસ્તુ પોતાનાં કાર્યોને કાં તો ક્રમથી ઉત્પન્ન કરે કાં તો અક્રમથી, આ બે જ વિકલ્પો છે. વસ્તુ એકાન્ત નિત્ય હોય કે એકાન્ત ક્ષણિક તે ક્રમથી કે અક્રમથી પોતાનાં કાર્યોને ઉત્પન્ન કરી શકતી નથી. અને કાર્યકારિતા, અર્થક્રિયાકારિતા એ તો વસ્તુનું લક્ષણ છે. તેથી એકાન્ત નિત્ય વસ્તુ કે એકાન્ત ક્ષણિક વસ્તુ અસત્ છે, સંભવતી જ નથી.'' [અર્થક્રિયાકારિતા પરિણામિનિત્ય વસ્તુમાં જ સંભવે છે. એટલે પરિણામિનિત્ય વસ્તુ જ સત્ છે. આત્મા પરિણામિનિત્ય છે અને એટલે સત્ છે. અને આત્મા પરિણામિનિત્ય હોવાથી આવરણીય કર્મોની અને રત્નત્રયીની આરાધનાની અસર તેને થાય છે.] [લઘીયસ્ત્રયી ૨.૧] (૧૫)
54. ननु प्रमाणाधीना प्रमेयव्यवस्था । न च मुख्यप्रत्यक्षस्य तद्वतो वा सिद्धौ किञ्चित् प्रमाणमस्ति । प्रत्यक्षं हि रूपादिविषयविनियमितव्यापारं ! नातीन्द्रियेऽर्थे प्रवर्तितुमुत्सहते । नाप्यनुमानम्, प्रत्यक्षदृष्टलिङ्गलिङ्गिसम्बन्धबलो[प]जननधर्मकत्वात्तस्य । आगमस्तु यद्यतीन्द्रियज्ञानपूर्वकस्तत्साधकः; तदेतरेतराश्रयः
―
"नर्ते तदागमात्सिध्येन्न च तेनागमो विना ।"
Jain Education International 9
[ફ્લોવા. મૂ. ૨. તો. ૪૨]
For Private & Personal Use Only
www.jainelibrary.org