________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
૯૧ નહિ એવો સંદેહ કરતો નથી. વળી, આત્મા પ્રકાશસ્વભાવ છે કારણ કે તે બોદ્ધા છે અર્થાત્ જ્ઞાતા છે, જે પ્રકાશ સ્વભાવ નથી તે જ્ઞાતા નથી, જેમ કે ઘટક, આત્મા જ્ઞાતા નથી એવું તો નથી, તેથી આત્મા પ્રકાશસ્વભાવ છે. ઉપરાંત, જે જે ક્રિયાનો કર્તા હોય છે તે તે ક્રિયાનો વિષય નથી હોતો, જેમ કે ગતિક્રિયાનો કર્તા ચૈત્ર ગતિક્રિયાનો વિષય નથી. આત્મા જ્ઞિિક્રયાનો કર્યા છે, તેથી તે જ્ઞપ્રિક્રિયાનો વિષય નથી. િિક્રિયાના કર્તા જ હોવું અને જ્ઞતિક્રિયાના વિષય ન હોવું એ આત્માની પ્રકાશરૂપતાને દર્શાવે છે.]
50. अथ प्रकाशस्वभावत्व आत्मनः कथमावरणम् ? आवरणे वा सततावरणप्रसङ्गः; नैवम् प्रकाशस्वभावस्यापि चन्द्रार्कादेरिव रजोनीहाराभ्रपटलादिभिरिव ज्ञानावरणीयादिकर्मभिरावरणस्य सम्भवात्, चन्द्रार्कादेरिव च प्रबलपवमानप्रायैानभावनादिभिर्विलयस्येति । - 50. શંકા – આત્મા પ્રકાશસ્વભાવ છે તો તેના ઉપર આવરણો કેવી રીતે આવ્યાં ? અને જો તેની ઉપર આવરણો આવી ગયેલાં છે તો સદૈવ સતત કેમ નથી રહેતાં?
સમાધાન – જેમ ચન્દ્ર અને સૂર્ય પ્રકાશસ્વભાવ છે છતાં તેમના ઉપર રજ, નીહાર, મેઘપટલ આદિ દ્વારા આવરણો આવી જાય છે તેમ આત્મા પ્રકાશસ્વભાવ હોવા છતાં તેના ઉપર પણ જ્ઞાનાવરણીય વગેરે કર્મો દ્વારા આવરણો આવી જાય છે. અને જેમ જોરદાર પવન વાવાથી ચન્દ્ર અને સૂર્ય ઉપર આવેલાં આવરણો નાશ પામે છે તેમ ધ્યાન, ભાવના વગેરેથી આત્મા ઉપર આવેલાં કર્માવરણો પણ નાશ પામે છે.
51. ननु सादित्वे स्यादावरणस्योपायतो विलयः; नैवम्; अनादेरपि सुवर्णमलस्य क्षारमृत्पुटपाकादिना विलयोपलम्भात्, तद्वदेवानादेरपि ज्ञानावरणीयकर्मणः प्रतिपक्षभूतरत्नत्रयाभ्यासेन विलयोपपत्तेः ।
51. આવરણો સાદિ હોય તો જ ઉપાયો દ્વારા તેમનો નાશ સંભવે. [જેનો આદિ હોય તેનો જ અંત સંભવે. જે અનાદિ હોય તેનો અંત ન સંભવે. આત્મા ઉપરનાં કર્મનાં આવરણો તો અનાદિ છે, તો પછી તેમનો નાશ કેવી રીતે સંભવે?]
સમાધાન – ના, એવું નથી. [ખાણમાંથી મળતું અશુદ્ધ કાચું સોનું અનાદિ કાળથી તેની સાથે અશુદ્ધિઓ ભળેલી હોવાથી અનાદિ કાળથી મલિન છે.] મલ અનાદિ કાળથી સોનાને લાગેલો હોવા છતાં ખાર, મૃત્યુટપાક આદિ ઉપાયો દ્વારા સોનાને અનાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org