________________
મૂલ સંસ્કૃત અને ગુજરાતી અનુવાદ
27. ‘જે જ્ઞાન અવિસંવાદી છે અર્થાત્ સફલ પ્રવૃત્તિનું જનક છે તે પ્રમાણ છે’ [પ્રમાણવાર્તિક, ૨.૧] એમ બોદ્ધો કહે છે. [બૌદ્ધો નિર્વિકલ્પક જ્ઞાનને પ્રમાણ તરીકે સ્વીકારે છે. આ લક્ષણ મુજબ તો તે પ્રમાણ નહિ ગણાય. તેનું કારણ એ કે] જો જ્ઞાન નિર્વિકલ્પક હોય તો તેવું જ્ઞાન પ્રવૃત્તિનું જનક બનવા સમર્થ ન હોય, [સફળ પ્રવૃત્તિના જનક બનવાના સામર્થ્યની તો વાત દૂર રહી.] એટલે બૌદ્ધોએ માન્યું કે આ પ્રમાણલક્ષણ [વાસ્તવિક અર્થાત્ ખરા પ્રમાણનું નથી પરંતુ] સાંવ્યવહારિક પ્રમાણનું છે. જો એમ હોય તો વાસ્તવિક ખરા પ્રમાણજ્ઞાનનું (જે નિર્વિકલ્પ હોય છે તેનું) લક્ષણ કેવી રીતનું બનશે ? તેના ઉત્તરમાં બૌદ્ધો કહે છે સફલ પ્રવૃત્તિને ઉત્પન્ન કરવા સમર્થ એવા સવિકલ્પક જ્ઞાનને પોતાની પછી તરત ઉત્પન્ન કરનારું નિર્વિકલ્પક જ્ઞાન પ્રમાણ છે. આ બૌદ્ધોનું કથન તો માગીને લીધેલા ઘરેણાંથી શોભા વધારવા જેવી વાત થઈ. એમ કરવા કરતાં વધુ સારું તો એ છે કે સફલ પ્રવૃત્તિને સાક્ષાત્ ઉત્પન્ન કરનાર સવિકલ્પક જ્ઞાનને જ પ્રમાણ માનવામાં આવે. આ રીતે માનશો તો તમારે બૌદ્ધોએ નિર્વિકલ્પક જ્ઞાનને પરંપરાથી સફળ પ્રવૃત્તિનું જનક માનવાનો પરિશ્રમ ટળી જશે. વળી, સવિકલ્પક જ્ઞાનને અપ્રમાણ માનતાં તેના નિમિત્તથી ઉત્પન્ન થનારી પ્રવૃત્તિ અવિસંવાદી અર્થાત્ સફળ કેવી રીતે ઘટે ? દશ્ય (અર્થાત્ નિર્વિકલ્પક જ્ઞાનનો વિષય) અને વિકલ્પ્ય (અર્થાત્ સવિકલ્પક જ્ઞાનનો વિષય) એ બન્નેનો સૈમિરિક જ્ઞાનની જેમ અભેદ કરીને અવિસંવાદી યા સફળ પ્રવૃત્તિ માનશો તો [પ્રમાણનું પ્રવૃત્તિ સાથેનું કે પ્રવૃત્તિનું પ્રમાણ સાથેનું] સંવાદિત્વ ઉપચરિત બની જશે. તેથી અનુપચરત અર્થાત્ વાસ્તવિક અવિસંવાદી જ્ઞાનને પ્રમાણના લક્ષણ તરીકે બૌદ્ધો ઇચ્છતા હોય તો તેમણે નિર્ણયને અર્થાત્ સવિકલ્પક જ્ઞાનને પ્રમાણ માનવું જોઈએ. (૮)
28. प्रमाणसामान्यलक्षणमुक्त्वा परीक्ष्य च विशेषलक्षणं वक्तुकामो विभागमन्तरेण तद्वचनस्याशक्यत्वात् विभागप्रतिपादनार्थमाह
66
પ્રમાાં દ્વિધા ા॥
28. પ્રમાણસામાન્યનું લક્ષણ જણાવી તેની પરીક્ષા કરીને પ્રમાણવિશેષનું લક્ષણ કહેવાની ઇચ્છા આચાર્યને છે પરંતુ પ્રમાણના વિભાગનું (અર્થાત્ પ્રમાણના ભેદોનું) કથન કર્યા વિના પ્રમાણવિશેષનું લક્ષણ કહેવું શક્ય ન હોવાથી પહેલાં પ્રમાણના વિભાગનું (અર્થાત્ પ્રમાણના ભેદોનું) પ્રતિપાદન કરવા માટે આચાર્ય કહે છે—
પ્રમાણના બે પ્રકારો છે. (૯)
29. सामान्यलक्षणसूत्रे प्रमाणग्रहणं परीक्षयान्तरितमिति न ‘तदा' परामृष्टं
8
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org