SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા જો ‘હેતુ’ શબ્દથી કર્તા અને કર્મથી વિલક્ષણ એવું કરણકારક વિવક્ષિત હોય [અર્થાત્ અર્થના જ્ઞાનની ઉત્પત્તિમાં જે કરણકારક હોય છે તે જ પ્રમાણ છે એવું જો અભિપ્રેત હોય] તો જ્ઞાનને જ પ્રમાણ માનવું જોઈએ અને ઇન્દ્રિયાર્થસન્નિકર્ષ વગેરેને પ્રમાણ ન માનવા જોઈએ. જેના હોતાં અર્થનું જ્ઞાન થાય તે જ અર્થના જ્ઞાનનું કરણ છે. ઇન્દ્રિયાર્થસન્નિકર્ષ આદિ સામગ્રી મોજૂદ હોય પરંતુ કરણભૂત જ્ઞાન મોજૂદ ન હોય તો ફલભૂત અર્થજ્ઞાન ઉત્પન્ન થતું નથી. કરણ સાધકતમ હોય છે અને તેના હોતાં વિના વ્યવધાન કાર્યની (ફલની) ઉત્પત્તિ થાય છે. જેના હોતાં કાર્ય વ્યવધાન વિના ઝટ ઉત્પન્ન ન થતું હોય પરંતુ વ્યવધાનથી ઉત્પન્ન થતું હોય તેને પણ જો કરણ તરીકે સ્વીકારવામાં આવે તો દધિભોજનને પણ કરણ તરીકે (પ્રમાણ તરીકે) સ્વીકારવાની આપત્તિ આવે. તેથી ખરેખર જ્ઞાન સિવાય બીજું કોઈ પ્રમાણ નથી. જ્ઞાન સિવાય બીજાને તો કેવળ ઉપચારથી જ પ્રમાણ કહેવાય. ૭૬ 26. ‘“મમ્યાનુંમવસાધનું પ્રમાળમ્'' [ન્યાયસા. પૃ. ૨] કૃત્યત્રાપિ साधनग्रहणात् कर्तृकर्मनिरासेन करणस्य प्रमाणत्वं सिध्यति, तथाप्यव्यवहितफलत्वेन साधकतमत्वं ज्ञानस्यैवेति तदेव प्रमाणत्वेनैष्टव्यम् । 26. ‘સમ્યક્ અનુભવનું સાધન પ્રમાણ છે' [ન્યાયસાર, પૃ. ૧] આ પ્રમાણલક્ષણમાં પણ ‘સાધન’ શબ્દને લક્ષણમાં મૂકવાને કારણે કર્તા અને કર્મનો પ્રમાણ તરીકે નિરાસ થઈ જવાથી કરણનું જ પ્રમાણપણું સિદ્ધ થાય છે. અને એ રીતે પણ ફલને (કાર્યને, અહીં અર્થજ્ઞાનને) વ્યવધાન વિના સાક્ષાત્ ઉત્પન્ન કરતું હોવાથી જ્ઞાન જ કરણ છે અને એટલે તેને જ પ્રમાણ તરીકે સ્વીકારવું જોઈએ. 27. ‘‘પ્રમાણમવિસંવાદ્રિ જ્ઞાનમ્'' [પ્રમાળવા. ૨. ૨] કૃતિ સૌવતા: 1 तत्रापि यद्यविकल्पकं ज्ञानम्; तदा न तद् व्यवहारजननसमर्थम् । सांव्यवहारिकस्य चैतत् प्रमाणस्य लक्षणमिति च भवन्तः, तत्कथं तस्य प्रामाण्यम् ? उत्तरकालभाविनो व्यवहारजननसमर्थाद्विकल्पात् तस्य प्रामाण्ये याचितकमण्डनन्यायः, वरं च व्यवहारहेतोर्विकल्पस्यैव प्रामाण्यमभ्युपगन्तुम्; एवं हि परम्परापरिश्रमः परिहृतो भवति । विकल्पस्य चाप्रामाण्ये कथं तन्निमित्तो व्यवहारोऽ विसंवादी ? दृष्ट (श्य) विकल्प (ल्प्य) योरर्थयोरेकीकरणेन तैमिरिकज्ञानवत् संवादाभ्युपगमे चोपचरितं संवादित्वं स्यात् । तस्मादनुपचरितमविसंवादित्वं प्रमाणस्य लक्षणमिच्छता निर्णयः प्रमाणमेष्टव्य इति ॥८॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001320
Book TitlePramanmimansa Jain History Series 10
Original Sutra AuthorHemchandracharya
AuthorNagin J Shah, Ramniklal M Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2006
Total Pages610
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy