________________
૭૮
હેમચન્દ્રાચાર્યકૃત પ્રમાણમીમાંસા किन्तु साक्षादेवोक्तं प्रमाणम् इति । द्विधा द्विप्रकारमेव, विभागस्यावधारणफलत्वात्। तेन प्रत्यक्षमेवैकं प्रमाणमिति चार्वाकाः, प्रत्यक्षानुमानागमाः प्रमाणमिति वैशेषिकाः, तान्येवेति साङ्ख्याः , सहोपमानेन चत्वारीति नैयायिकाः, सहार्थापत्त्या पञ्चेति प्राभाकराः, सहाऽभावेन षडिति भाट्टाः इति न्यूनाधिकप्रमाणवादिनः प्रतिक्षिप्ताः । तत्प्रतिक्षेपश्च वक्ष्यते ॥९॥
29. પ્રમાણસામાન્યનું લક્ષણ જણાવતા સૂત્રમાં “પ્રમાણ’ શબ્દ મૂકવામાં આવ્યો હોવા છતાં અહીં આ નવમા સૂત્રમાં પ્રમાણ માટે “તે' (‘ત') સર્વનામનો પ્રયોગ ન કરીને ફરી પાછો સાક્ષાત પ્રમાણ' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેનું કારણ એ છે કે તે બન્નેની વચ્ચે પ્રમાણની પરીક્ષાનું વ્યવધાન આવી ગયું છે. પ્રમાણના બે પ્રકાર છે એટલે પ્રમાણના બે જ પ્રકાર છે કારણ કે પ્રકારકથનમાં સંખ્યાનું અવધારણ ગર્ભિત હોય છે. તેથી એક માત્ર પ્રત્યક્ષને જ પ્રમાણ માનનાર ચાર્વાકનો, પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ જ પ્રમાણ છે એમ માનનાર વૈશેષિકોનો, તે જ ત્રણ પ્રમાણ છે એમ માનનાર સાંખ્ય ચિંતકોનો, તે ત્રણ સાથે ઉપમાન ચોથું પ્રમાણ છે એમ માનનાર નૈયાયિકોનો, તે ચાર સાથે અથંપત્તિ પાંચમું પ્રમાણ છે એમ માનનાર પ્રાભાકર મીમાંસકોનો અને તે પાંચ સાથે અભાવછઠું પ્રમાણ છે એમ માનનાર ભટ્ટ મીમાંસકોનો (કુમારિલ ભટ્ટના અનુયાયીઓનો)–આમ ન્યૂન યા અધિક પ્રમાણો માનનારા મતવાદીઓનો પ્રતિષેધ થઈ ગયો. તેમનું ખંડન આગળ ઉપર કરવામાં આવશે. (૯)
30. तर्हि प्रमाणद्वैविध्यं किं तथा यथाहुः सौगताः "प्रत्यक्षमनुमानं '' [પ્રમાણસ. ૨. ૨, ચાવ. ૨.૩ ] તિ, સતીન્યથા ? રૂત્યારં–
प्रत्यक्षं परोक्षं च ॥१०॥ [30. તો શું પ્રમાણના બે ભેદ તે જ છે જે બૌદ્ધોએ કહ્યા છે – બૌદ્ધો કહે છે “[પ્રમાણના બે ભદો છે—] પ્રત્યક્ષ અને અનુમાન” (પ્રમાણસમુચ્ચય ૧.૨, ન્યાયબિન્દુ ૧.૩] – કે પછી બીજા બે ભેદ છે? તેના ઉત્તરમાં આચાર્ય કહે છે
પ્રત્યક્ષ અને પરોક્ષ. (૧૦) 31. अश्नुते अक्ष्णोति वा व्याप्नोति सकलद्रव्यक्षेत्रकालभावानिति अक्षो जीवः, अश्नुते विषयम् इति अक्षम्-इन्द्रियं च । प्रतिः प्रतिगतार्थः । अक्षं प्रतिगतं तदाश्रितम्, अक्षाणि चेन्द्रियाणि तानि प्रतिगतमिन्द्रियाण्या
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org