________________
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
કોઈ સુંદરીને જુએ છે અને તેની શોધમાં પોતાના સાથી મકરંદ સાથે નીકળી પડે છે. સ્વપ્રમાં ગોચર થયેલી તે સુંદરી કુસુમપુરના નરેશ શૃંગારશેખરની કન્યા લીલાવતી હતી. લીલાવતી પણ સ્વપ્ર જુએ છે અને પ્રિય કંદર્પદવની શોધમાં દૂત મોકલે છે. કેટલીય વિઘ્ન બાધાઓ પાર કર્યા પછી નાયક-નાયિકાનું મિલન થાય છે. શૃંગારનાં ચિત્રણમાં કવિએ કેટલીય નવી ઉદ્દભાવનાઓ કરી છે અને કથાપ્રવાહને રોચક બનાવ્યો છે. “સ્ત્રીરૂપ જ રૂપ છે, શૃંગાર જ રસ છે” તે નેમિચન્દ્રની માન્યતા હતી. આ રચના એક વર્ષમાં પૂરી થઈ હતી.
બાહુબલિ (ઈ.સ.૧૫૦૦)ના નાગકુમારચરિત, દોડવ્ય (ઈ.સ.૧૫૫૦)ના ચન્દ્રપ્રભ ચરિત્ર અને દેવચન્દ્ર (ઈ.સ.૧૮૩૮)ની રાજાવલકથામાં લીલાવતીની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. જે રીતે કન્નડ સાહિત્યને નાગવર્મ દ્વારા કાદંબરી જેવી સુંદર કૃતિ મળી છે, તે જ રીતે નેમિચન્દ્ર દ્વારા લીલાવતી જેવી રચના પ્રાપ્ત થઈ. લીલાવતીની કથા નાની છે. તે શૃંગારરસપ્રધાન રચના છે. ઉદ્દીપન માટે કૃતિમાં સર્વત્ર ચિત્તાકર્ષક વર્ણન ભરેલાં પડ્યાં છે. આમાં કંદર્પ અને લીલાવતીનું પાત્રાલેખન ખૂબ જ સુંદર થયું છે.
નેમિનાથપુરાણ નેમિચન્દ્રની પ્રસિદ્ધ રચના છે. તેમાં ૨૨મા તીર્થંકર નેમિનાથના ચરિત્રની સાથે-સાથે વસુદેવ, અશ્રુત, કંદર્પ વગેરેના ચરિત્રના સમાવેશનો સંકલ્પ તો કવિએ કર્યો હતો, પરંતુ કંસવધના પ્રકરણ પછી કાવ્ય સમાપ્ત થઈ ગયું છે. કાવ્ય અધૂરું હોવાને કારણે જ આનું નામ અનેમિપુરાણ પડી ગયું છે. કવિએ કૃષ્ણની કથાના ચિત્રણમાં કાવ્ય રસાયનની સૃષ્ટિ જ કરી દીધી છે. ત્રિવિક્રમ વેષધારી વામનનું વિરાટ રૂપચિત્રણ, ગોવર્ધનલીલાનો પ્રસંગ અને મલ્લયુદ્ધ જેવા પ્રસંગ ખૂબ સરસ બની ગયા છે.
કવિની વર્ણનશૈલી અપૂર્વ છે. આ જ વિષયવસ્તુ લઈને આની પહેલાં કર્ણપાર્થે ચંપૂમાં અને ચાઉડરાયે ગદ્યમાં કાવ્યરચના કરી છે. નેમિચ આ બે પુરાણો ઉપરાંત ઉત્તરપુરાણનું પણ અનુસરણ કર્યું છે. કાવ્યદૃષ્ટિએ ઉપર્યુક્ત બે કન્નડ પુરાણોની અપેક્ષાએ નેમિનાથપુરાણ શ્રેષ્ઠ છે. આમાં નેમિચન્દ્રનું પાત્રરચનાકૌશલ નીખર્યું છે.
કવિ નેમિચન્દ્ર સંસ્કૃતના પણ સારા વિદ્વાન હતા. તેમની ચતુર્ભાષા કવિ ચક્રવર્તીની પદવીથી જ્ઞાત થાય છે કે નેમિચન્દ્ર કન્નડના જ નહિ, પરંતુ સંસ્કૃત, પ્રાકૃત તથા અપભ્રંશ ભાષાના પણ જ્ઞાતા કવિ હતા. કવિએ સ્વયંને “તાર્કિકતિલક'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org