________________
નેમિચન્દ્ર
આ યુગમાં પરંપરાગત ચંપૂશૈલીનું અધિક અનુસરણ થવા લાગ્યું હતું. પરંતુ જ્યાં પંપયુગના ચંપૂકાવ્યમાં વીરરસની વ્યંજના પ્રધાન હતી, ત્યાં આ યુગની રચનાઓમાં શ્રૃંગારરસની અભિવ્યક્તિ અધિક થવા લાગી હતી. પંપયુગના મહાકાવ્યના આદર્શનું અનુકરણ કરનાર કવિઓમાં નેમિચન્દ્રનું નામ સૌથી પહેલું આવે છે. શ્રેષ્ઠ ચંપૂ મહાકવિઓની પંક્તિમાં નેમિચન્દ્ર પણ એક છે. કર્ણપાર્યનો આશ્રયદાતા સામંત રટ્ટ રાજા લક્ષ્મણદેવ જ નેમિચન્દ્રનો પણ આશ્રયદાતા છે. કવિનું કહેવું છે કે વીરબલ્લાલ (ઈ.સ.૧૧૭૩-૧૨૨૦)ના પ્રધાન પદ્મનાભે આ નેમિનાથપુરાણની રચના કરાવી છે. આ પ્રમાણના આધારે નેમિચન્દ્રનો સમય લગભગ ૧૧૭૦ ઈ.સ. છે. તેમણે કવિરાજકુંજર, સાહિત્યવિદ્યાધર, સુકવિકંઠાભરણ, ભારતીચિત્તચોર, ચતુર્ભાષાકવિ ચક્રવર્તી, વાગ્વલ્લકી વૈણિક વગેરે પદવીઓ મેળવી હતી. આશ્ચર્ય એ છે કે જ્યારે નેમિચન્દ્રે પોતાના પૂર્વ કવિઓનું સ્મરણ કરતાં કોઈ પણ કન્નડ કવિનો ઉલ્લેખ નથી કર્યો, ત્યારે જન્ન, પાર્શ્વ, મધુર, મંગરસ વગેરે કન્નડ કવિઓએ તેમની ખૂબ પ્રશંસા કરી છે.
પ્રકરણ ૩
ચંપૂયુગ
શ્રૃંગારરસના વર્ણનમાં નેમિચન્દ્ર સિદ્ધહસ્ત છે. વસ્તુતઃ તેમના કવિતા સામર્થ્યમાં સ્વાભાવિકતા છે. અસાધારણ શબ્દસંપત્તિ તથા પ્રવાહમય ગંભીર શૈલીએ તેમની રચનાઓને વિશેષ રૂપે હૃદયસ્પર્શી બનાવી દીધી છે. નેમિચન્દ્ર નેમિનાથપુરાણ નામક ધાર્મિક કાવ્યની અને લીલાવતી નામક લૌકિક કાવ્યની રચના કરી છે. લીલાવતી તેમની પહેલી રચના છે. આ કાવ્ય શ્રૃંગારરસપ્રધાન છે. નેમિનાથપુરાણ લીલાવતીની અપેક્ષાએ બૃહદ્કાય અને એક સફળ રચના છે. ૧૪મી શતાબ્દીના અંતે થનાર કવિ મધુરે નેમિચન્દ્રની કવિકર્મકુશળતા સંબંધે લખ્યું છે કે ‘આ કોઈ ગર્વોક્તિ નથી પરંતુ સર્વાનુમોદિત તથ્ય છે કે લૌકિક તથા ધાર્મિક રચનાઓ માટે કન્નડ કવિઓમાં નેમિચન્દ્ર તથા જન્ન ઉલ્લેખનીય છે. આ બંનેને કન્નડની કૃતિઓ માટે સીમાપુરુષ માની શકાય.”
લીલાવતી કન્નડ સાહિત્યની પ્રથમ શ્રૃંગારિક રચના છે. તેની કથાવસ્તુ સુબંધુરચિત વાસવદત્તા પર આધારિત પ્રતીત થાય છે. વનવાસીનો રાજકુમાર કંદર્પદેવ સ્વપ્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org