________________
૬૨.
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
શબ્દાલંકારનિર્ણય અને અર્થાલંકારનિર્ણય નામક ત્રણ પ્રકરણોમાં સમસંશ્લિષ્ઠ વગેરે દસ ગુણો તથા શબ્દાલંકારોનું અનુક્રમે વિવેચન છે.
(૪) રીતિક્રમણરસનિરૂપણાધિકરણ નામક ચતુર્થ અધિકરણમાં રીતિપ્રકરણ અને રસપ્રકરણ નામક બે પ્રકરણ છે.
(૫) કવિસમયાધિકરણ નામક પંચમ અધિકરણમાં અસદાખ્યાતિ, સકીર્તન, નિયમ, અર્થ અને ઐક્ય નામક પાંચ પ્રકરણ છે. અહીં આ બધાનું વિસ્તૃત વર્ણન કરવું સંભવિત નથી. નાગવર્મના મતે કૃતિઓ ત્રણ પ્રકારની હોય છે – પદ્યમય, ગદ્યમય અને મિશ્રિત. કથા અથવા આખ્યાયિકા ગદ્યમય અને સર્ગબંધ કાવ્ય પદ્યમય તથા ચંપૂ ગદ્યપદ્યમિશ્રિત હોય છે. નાગવર્મે (દ્વિતીય) પોતાના કાવ્યાવલોકનની રચનામાં પ્રસિદ્ધ સંસ્કૃત લાક્ષણિકો વામન, રુદ્રટ, ભામહ અને દંડીનું અનુકરણ કર્યું છે. કવિનો બીજો ગ્રંથ કર્ણાટકભાષાભૂષણ છે. તે સંસ્કૃત ભાષામાં રચિત કન્નડ વ્યાકરણ ગ્રંથ છે. સંભવતઃ કન્નડથી અનભિજ્ઞ સંસ્કૃત વિદ્વાનોને કન્નડ ભાષાના સામર્થ્ય તથા સૌંદર્યનો પરિચય આપવા માટે નાગવર્મે આ પ્રયાસ કર્યો હશે. આગળ ચાલીને ભટ્ટારક અકલંકે (ઈ.સ. ૧૬૦૪) પણ શબ્દાનુશાસન નામક એક વ્યાકરણ ગ્રંથની રચના કરી હતી. ભાષાભૂષણમાં સંજ્ઞા, સંધિ, વિભક્તિ, કારક, શબ્દરીતિ, સમાસ, તદ્ધિત, આખ્યાતનિયમ, અવ્યયનિરૂપણ અને નિપાતનિરૂપણ નામક દસ પરિચ્છેદ છે.
નાગવર્મનો ત્રીજો ગ્રંથ અભિધાનવસ્તુકોશ છે. એ કંદ વૃત્તોમાં રચિત સંસ્કૃતકન્નડ કોશ છે. કન્નડમાં ઉપલબ્ધ બૃહદ્દ કોશોમાં આ પ્રથમ કોશ છે. એકાર્યકાંડ, નાનાર્થકાંડ અને સામાન્યકાંડ, આ રીતે આ કોશમાં ત્રણ વિભાગ છે. આમાં પ્રાચીન કન્નડ કવિઓ દ્વારા પ્રયુક્ત સંસ્કૃત પદોનો કન્નડમાં અર્થ આપવામાં આવ્યો છે. આમાં કવિએ વરરુચિ, હલાયુધ વગેરેની કૃતિઓમાંથી સહાયતા લીધી છે. તેમનો ચોથો ગ્રંથ અભિધાનરત્નમાલાટીકા છે. તેમાં હલાયુધકૃત અભિધાનરત્નમાલા નામક સંસ્કૃત કોશના સંસ્કૃત શબ્દોના સમાનાર્થક કન્નડ શબ્દો આપવામાં આવ્યા છે. આ ટીકામાં ટીકાકાર નાગવર્મે હલાયુધના વિભાગક્રમનું જ અનુસરણ કર્યું છે. કન્નડ કાવ્યોમાં પ્રયુક્ત સંસ્કૃત શબ્દોના અર્થને જાણવા માટે આ ટીકા વિશેષ ઉપયોગી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org