________________
ચંપૂયુગ
પણ કહ્યા છે. તેનાથી સાબિત થાય છે કે નેમિચન્દ્ર કાવ્ય, સિદ્ધાંત વગેરે સાથે ન્યાયશાસ્ત્રના પણ વિશેષજ્ઞ હતા. કવિના અન્ય કોઈ ગ્રંથની માહિતી મળી નથી. બોપ્પણ પંડિત
તેમણે બાલચન્દ્રના સહયોગથી ૨૭ કન્નડ પદ્યોમાં શ્રવણબેલગોલસ્થ શ્રી ગોમ્મટેશ્વરની સ્તુતિ કરી છે. આ પઘો લગભગ ૧૧૮૦ ઈ.સ.ના શ્રવણબેલગોલના ૨૩૪મા શિલાલેખમાં ઉત્કીર્ણ છે. નિર્વાણલક્ષ્મીપતિનક્ષત્રમાલિકા નામક તેમની અન્ય એક લઘુકાય કૃતિ પણ મળે છે. ‘સુજનોનંસ' શબ્દથી પૂર્ણ થના૨ અનેક નીતિબોધક કંદ પઘો તેમનાં જ માલૂમ પડે છે, કેમકે કવિની પદવીઓમાં ‘સુજનોનંસ’ પણ એક પદવી છે. આના સિવાય તેમણે અન્ય કોઈ ગ્રંથની રચના કરી છે કે નહીં, તે જ્ઞાત નથી.
શિલાલેખમાં ઉત્કીર્ણ પદ્યોને તેમણે અધ્યાત્મરસિક બાલચન્દ્રના સહયોગથી રચ્યાં છે. આથી તે તેમના સમકાલીન હોવા જોઈએ. બાલચન્દ્રનો સમય લગભગ ૧૧૭૦ ઈ.સ. છે. શ્રવણબેલગોલના જે શિલાલેખમાં બોપ્પણના આ પઘ ઉત્કીર્ણ છે, તે શિલાલેખનો સમય લગભગ ૧૧૮૦ ઈ.સ. છે. આથી કવિનો સમય પણ લગભગ આ જ હોવો જોઈએ. બોપ્પણના પ્રેરક અધ્યાત્મરસિક બાલચન્દ્ર જિનસ્તુતિના રચયિતા તથા પ્રાભૃતત્રય, પરમાત્મપ્રકાશ વગેરે સંસ્કૃત તથા પ્રાકૃતના અન્યાન્ય આચાર્યો દ્વારા પ્રણીત આધ્યાત્મિક ગ્રંથોના સફળ કન્નડ ટીકાકાર છે. આગમ ગ્રંથોના ટીકાકાર હોવાને કારણે જ તે અધ્યાત્મરસિક બાલચન્દ્રના નામથી પ્રસિદ્ધ થયા હશે. બાલચન્દ્ર મૂલસંઘના દેશીયગણના પુસ્તકગચ્છાંતર્ગત કુંદકુંદાન્વયના અનુયાયી હતા. તેઓ ઈ.સ.૧૧૭૬માં સ્વર્ગસ્થ નયકીર્તિના શિષ્ય હતા. દામનંદિ નામક તેમનો એક મોટો ભાઈ પણ હતો.
આચણે પોતાના વર્ધમાનપુરાણમાં અને પાર્થે પોતાના પાર્શ્વનાથપુરાણમાં બોપ્પણની પ્રશંસા કરી છે. કેશિરાજે પણ પોતાના શબ્દમણિદર્પણમાં ઉદાહરણસ્વરૂપ તેમના કેટલાંય પઘો ઉદ્ધૃત કર્યાં છે. તેમની ગોમ્મટસ્તુતિ એક મનોહર ભાવગીત છે. આમાં કવિએ ખૂબ ભક્તિથી શ્રી બાહુબલીની સ્તુતિ કરી છે. સ્તુતિના આ સુંદર પઘો ચિત્તાકર્ષક છે. તેમની બીજી કૃતિ નિર્વાણલક્ષ્મીપતિનક્ષત્રમાલિકા ૨૭
૧. જુઓ, શ્રવણબેલગોલનો શિલાલેખ નં. ૬૬. ૨. નાગમંગલ ૭૦ (૧૧૭૮).
૩. શબ્દમણિદર્પણ, પૃષ્ઠ ૧૦૭, ૧૧૨ અને ૧૬૪.
૬૫
6Jain Education International
For Private & Personal Use Only
---
www.jainelibrary.org