________________
૧૯૨
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
નામક વિદ્વાને લખી. પછીના વિદ્વાન વ્યાખ્યાતા મર્લિનાથરે તે વાતનો ઉલ્લેખ કરતાં “અવિનયમુની ખૂબ પ્રશંસા કરી. “તોલકાપ્પિયમમાં નિર્દિષ્ટ લક્ષણ-રીતિ વગેરેના નિયમોથી ભિન્ન નિયમો “અવિનયમમાં છે. સંભવ છે કે “અવિનયમ્' અને તેના સમર્થક અનુયાયી ગ્રંથોના વ્યાપક પ્રભાવને કારણે “તોલકાપ્પિયમુના નિયમોનો વ્યવહાર ઓછો થવા લાગ્યો.
યાપ્પરુંગલમ્ અવિનયમ્ પછીનો ખ્યાતિપ્રાપ્ત અલંકાર ગ્રંથ “યાખરુંગલમ્ છે. આમાં તામિલના વિશિષ્ટ છંદ, વર્ણ, માત્રા વગેરેનું વિશદ્ વિવેચન છે. આના રચયિતા જૈન સાધુ અમિતસાગર (અમદસાગર કે અમૃતસાગર) છે. તેમણે “યાખરુંગલ કારિકૈ” નામક બીજો અલંકાર ગ્રંથ પણ લખ્યો છે, જે “યાખરુંગલમ્'નું સરળસુબોધ પ્રારંભિક રૂપ છે. તે “કળજૂર'ના નિવાસી હતા, જે મદ્રાસ શહેરની નજીક છે. તેમની ખ્યાતિથી તે સ્થાનનું નામ “કારિકે કળસૂર' પડ્યું. આ જ નામથી અગિયારમી સદીનો એક શિલાલેખ મળે છે જે ચોલરાજા રાજેન્દ્રકૂના સમયનો છે. આથી “પાખરુંગલ કારિકે અગિયારમી સદીની પહેલાંની કૃતિ હોવાનું માની શકાય. વિદ્વાનોનો મત છે કે આ ગ્રંથનો રચનાકાળ દસમી સદી માનવો ઉચિત થશે.
યાપ્પરુંગલમ્' અર્વાચીન હોવા છતાં પણ, પોતાના પૂર્વવર્તી અલંકાર ગ્રંથોથી અધિક પ્રશસ્ત અને વિદ્વજન સમાદત થયો. આજ સુધી તામિલના ઉચ્ચ શિક્ષાર્થી પ્રધાનપણે “યાપ્પરુંગલમ્” અને “પપ્પરુંગલવૃત્તિનું જ અધ્યયન કરે છે, અને વસ્તુતઃ, પ્રામાણિક અને વિશદ અલંકારવિવેચન, વિષયોનું વર્ગીકરણ તથા સરળ અભિવ્યંજના અન્ય ગ્રંથોમાં તેટલી સુંદર નથી, જેટલી આ બંને ગ્રંથોમાં છે.
“યાપ્પરુંગલ કારિર્ઝના વ્યાખ્યાકાર ગુણસાગર હતા. ગ્રંથના પ્રારંભિક પદ્યથી માલૂમ પડે છે કે આ ગુણસાગર ગ્રંથકર્તા અમિતસાગરના આચાર્ય હતા. પરંતુ એ વિવાદની વાત છે કે પ્રાકૃત વ્યાખ્યાકાર ગુણસાગર બીજા હતા કે તે જ આચાર્ય. શિષ્યના ગ્રંથની ઉત્તમતાથી પ્રભાવિત થઈને આચાર્યને તેની વ્યાખ્યા લખવાની ઈચ્છા થવી અનોખી વાત નથી. તેને માની પણ લઈએ, તો યાપ્પરુંગલમ્ (જનું બીજું નામ “યાપ્પરુંગલવૃત્તિ હતું)ની વ્યાખ્યા “યાપ્પરુંગલવૃત્તિ ઉર' પણ તે જ આચાર્ય ગુણસાગરની હશે. એમ પણ શક્ય છે કે “વૃત્તિ ઉરની પછી જ “કારિકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org