________________
ગદ્યગ્રંથ, ઇલક્કણમ્, નિઘંટુ વગેરે
૧૯૧
અણિ લક્ષણધારાનું પાંચમું અંગ બની ગયું. આચાર્ય દંડીના, જે પ્રસિદ્ધ આલંકારિક હતા, તામિલનાડુના નિવાસી હોવાથી, અલંકાર ગ્રંથ તામિલમાં અનુદિત થયો. પરંતુ તેમના જ સમયમાં અર્થાલંકારનો પ્રાદુર્ભાવ અને પ્રસાર તામિલનાડુમાં થયો એવી વાત નથી. તેમના પહેલાં જ તામિલનાડુમાં દિવાકરમ્, પિંગલન્દ વગેરે નિઘંટુ ગ્રંથો દ્વારા અર્થાલંકારનો પ્રસાર થઈ ચૂક્યો હતો અને તે ગ્રંથોમાં આલંકારિક વિવેચન પણ ઘણું થઈ ચૂક્યું છે. આ જ પારંપરિક ધારાને “યાખ્રરંગલમ્' વગેરે શબ્દાલંકાર-ગ્રંથો આગળ વધારતા રહ્યા.
આ ધારા પ્રધાનપણે અને વૈજ્ઞાનિક રીતે ગતિમાન થઈ સાતમી સદીથી નવમી સદીમાં, જ્યારે પલ્લવનરેશોનું શાસન ઉન્નત અવસ્થામાં હતું. આ અલંકાર ગ્રંથોમાં નિર્દિષ્ટ નામોથી કેટલાક વિદ્વાનોને ભ્રમ થઈ ગયો કે આ ધારા સંઘકાળથી જ ચાલી આવી હશે. પરંતુ સત્ય તો એ છે કે કલબ્રો પછી, પલ્લવોના સમયમાં તામિલનો ઉત્કર્ષ સંસ્કૃતની સમાન્તરે વધવા લાગ્યો, ત્યારે પ્રાચીનતમ નામોનો પુનર્વ્યવહાર થવા લાગ્યો. આથી તે સમયના ગ્રંથોમાં સંઘકાલીન શબ્દોનો પ્રયોગ સામાન્યપણે થવા લાગ્યો. અવિનયમ્
પલ્લવોના શાસનકાળમાં ઘણા બધા અલંકાર ગ્રંથોનું પ્રણયન થયું. છતાં પણ તેમના ઉપલબ્ધ ન હોવાને કારણે એ નક્કી કરવું મુશ્કેલ છે કે આમાંથી કેટલા ગ્રંથ જૈન વિદ્વાનોના હતા. છતાંપણ એ તો નિર્વિવાદ તથ્ય છે કે “અણિ ઇયલ (અલંકાર કે રીતિ-શાખા)માં પણ જૈન વિદ્વાનોનો પર્યાપ્ત સક્રિય સહયોગ રહ્યો છે. પ્રાચીન અલંકાર ગ્રંથોમાં એક છે “અવિનયમ્', જેના રચયિતા હતા અવિનયના. તેઓ જૈન હતા. અર્વાચીન શબ્દાલંકાર ગ્રંથ “યાપ્પગલુ વૃત્તિમાં ઉક્ત પ્રાચીન ગ્રંથનાં કેટલાય પદ્યો ઉદ્ધરણ રૂપે આવ્યા છે. સુપ્રસિદ્ધ તામિલવ્યાકરણ “નકૂલના વ્યાખ્યાકાર મયિલેનાથરે પણ પોતાની વ્યાખ્યામાં સ્પષ્ટ લખ્યું છે કે સાધુ અવિનયનારું જૈન પંડિત હતા. “વર્ણો (અક્ષરો)નું મૂળ કારણ અણુસમૂહ છે.' આ મતનું સમર્થન જેમ આચાર્ય પવણષ્ટિ (ભવણનન્દી)એ પોતાના “નકૂલ'ગ્રંથમાં કર્યું હતું, તેવી જ રીતે આચાર્ય અવિનયનારે પણ પોતાના ગ્રંથમાં કર્યું. શક્ય છે, આનું અનુસરણ પછીના જૈન વિદ્વાનોએ કર્યું હોય.
“અવિનયમ” તોલ કાપ્પિયમની જેમ પોતાના સમયનો ખ્યાતિપ્રાપ્ત તથા સુપ્રચલિત આલંકારિક ગ્રંથ છે. આ ગ્રંથની એક પ્રામાણિક વ્યાખ્યા રાજ પવિત્ર પલ્લવ તરૈયર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org