________________
૧૯૦
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
બનાવવાનું શ્રેય મુખ્યત્વે જૈન પંડિતોને છે. તામિલ વ્યાકરણમાં પ્રથમતઃ લિપિ, શબ્દ અને અર્થ ત્રણેનું વિવેચન રહેતું હતું. “ઈરેયનાર અહપ્પોરની વ્યાખ્યા સમયે “યાપુ' (છંદ) અલગ થઈને લક્ષણની એક શાખા બની ગયો. સંસ્કૃતનાં છંદશાસ્ત્રની જેમ તામિલ છંદ પણ કેટલીય વાતોમાં પોતાની વિશિષ્ટતા ધરાવે છે.
પ્રાચીન કાળથી જ લક્ષણ ગ્રંથ બે શાખાઓમાં વિભક્ત હતા – શોળુ અધિકારમ્ (શબ્દાધિકાર) અને પોરુન્ અધિકારમ્ (અર્થાધિકરણ). આમાં પોળિયળુ ઈલક્કણમ્ (અર્થાધિકાર-લક્ષણ)ના અહપ્પોળ (આંતર પક્ષ) અને પુર, પોળુ (બાહ્ય પક્ષ) આ બે ભાગ છે. પોરાળુ અધિકારમૂની ગવેષણા અને પ્રસાર ખૂબ ઓછો થયો અને આ વાતની પુષ્ટિ “ઇરૈયનાર અહપ્પોળ'ની વ્યાખ્યાથી થાય છે. પુરપ્પોળ' (બાહ્ય પક્ષ)ની વિવેચના માટે પુરપ્પોરાળુ વેપા માલૈ'નું અવતરણ થયું. આનો મૂળ સ્રોત “પત્રિર પડલમ્' નામક લઘુ પદ્ય સંગ્રહ છે જેમાં અગત્યના બાર શિષ્યોનું એક-એક પદ્ય સંગૃહીત છે. પાટ્ટિયેલું
પાયિલુ' છંદરીતિને કહે છે જેમાં વિવિધ પદ્યોનું સ્વરૂપ લક્ષણ રહે છે. પૂર્વોક્ત “પશિ પડલ” આ “પાટિયે” (છંદરીતિ)ની વિવેચનપ્રધાને રચના છે. પદ્યના અગિયાર સમંજસ લક્ષણોના વિવેચન પછી બારમા અંગ વર્ણનું વિવેચન તેમાં કરવામાં આવ્યું છે. આ ગ્રંથમાં તેર કવિઓ (પંડિતો)નાં પદ્ય ઉદ્ધત કરવામાં આવ્યાં છે; આચાર્ય અગત્યને છોડી અન્ય બાર પંડિતોનાં પદ્ય આમાં સમાહિત છે. તેમનાં નામ છે : પોઐયાર, પાણદુ, ઇન્દિર કાળિયાર, અવિનયનાર, કલ્લાડર, કપિલર, ચેન્દમ્ ભૂતનાર, કોવ્ર કિનાર, માભૂતનાર, શીત્તલૈયાર, પલકાયનાર અને પેરું કર કિનાર. આ ગ્રંથ ઉપરાંત “મામૂલર પાટ્ટિયલું” (મામૂલર રચિત પાટ્ટિય) અને “પાટ્ટિયલું મરપુડયાર' નામક બે ગ્રંથોનાં નામ પ્રાચીન લક્ષણગ્રંથોની વ્યાખ્યાઓમાં મળે છે. આ ઉપરાંત માત્ર છંદવિવેચન માટે રચિત કેટલાક ગ્રંથોના નામ “યાખરુંગલવૃત્તિ (એક અર્વાચીન તામિલ છંદ ગ્રંથ)માં મળે છે, જેમકે - સંઘયાખ્યુ, શિરુ કાર્ક પાડિનિયમ્, પેરુમ્ કાર્ક પાડિનિયમ્, માયેચુરર્ યાડુ, અવિનયર્યાપ્યું, નક્કીર નાલડિ નાદુ, વાયુ પિયમ્ વગેરે. અણિ (અલંકાર) ગ્રંથ ',
ઈરેયનાર અહપ્પોળ' ગ્રંથની વ્યાખ્યા પ્રકાશમાં આવ્યા પછી અલંકાર કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org