________________
ગદ્યગ્રંથ, ઇલક્કણમ્, નિઘંટુ વગેરે
૧૯૩
ઉરે (વ્યાખ્યા)ની રચના થઈ હશે. કારિૐની વ્યાખ્યામાં “વૃત્તિ ઉરની વાતો ઉદ્ધત કરવામાં આવી છે. વિદ્વાનોનો એક મત છે કે “વૃત્તિ ઉરે જ શ્રેષ્ઠ છે. બંને વ્યાખ્યાઓના રચયિતા એક હોય કે બે, તેઓ જૈન પંડિત હતા – તેમાં સંદેહ નથી. “વૃત્તિ ઉર' (યાપ્તશૃંગલ વૃત્તિની વ્યાખ્યા)ના રચયિતા વારંવાર આચાર્ય માયેચુરર્ (માહેશ્વર)ને શિવજીના નામ સાથે ઉલ્લિખિત કરે છે. આથી કેટલાક વિદ્વાનોનો મત એવો છે કે “વૃત્તિ ઉર'ના લેખક શૈવ હતા. પરંતુ એ નિર્ણય તથ્યથી દૂર લાગે છે. આ ઉલ્લેખ તો માત્ર જૈન પંડિતની ઉદારતાનો પરિચાયક છે. આચાર્ય માયેચુરરે એક છંદશાસ્ત્રની રચના કરી હતી, જે “માયેચુર યાપુના નામથી પ્રસિદ્ધ છે. આચાર્ય માયેય્યરની શિષ્ય પરંપરામાં ‘વૃત્તિ ઉરના રચયિતા ગુણસાગર રહ્યા હશે, એટલા માટે આદરપૂર્વક પોતાના આચાર્યની ચર્ચા કરી પોતાનો આભાર પ્રકટ કર્યો હશે. | શબ્દાલંકારની મૌલિક વાતોથી અવગત થવા માટે “વૃત્તિ ઉરે અત્યંત ઉપયોગી રચના છે. પલ્લવકાલીન તમિલ સાહિત્યધારાનો પરિચય પ્રાપ્ત કરવા માટે આ વ્યાખ્યા અત્યંત સહાયક છે. પલ્લવ નરેશોની કેટલીક પ્રશસ્તિઓ આ વ્યાખ્યામાં છે જે છંદોનાં લક્ષણ-ઉદાહરણો રૂપે ઉદ્ધત છે. ગુણસાગરનું બહુભાષાજ્ઞાન
વ્યાખ્યાકાર આચાર્ય ગુણસાગર “પણિત્તિયમ્' નામક પ્રાકૃત વ્યાકરણ, છંદોપિશિતમ્, ગુણસાંખ્યમ્ (કન્નડ છંદગ્રંથ), નિરુક્ત વગેરેના સારા જ્ઞાતા હતા. યાખરુંગલ કારિકે (તમિલ છંદગ્રંથ)ની પ્રશંસામાં વ્યાખ્યાકાર ગુણસાગરે લખ્યું છે, આર્યમ્ (સંસ્કૃત)રૂપી મહાસાગરને (સંસ્કૃત છંદશાસ્ત્રથી તાત્પર્ય છે) તામિલમાં લાવવાની મહાનતમ સાધના કરનાર ઉત્તમ તપસ્વી ઉદારચેતા અમિતસાગરે યાપ્પરુંગલ કારિૐની રચના કરી છે. જોકે આચાર્યોની બહુભાષાભિજ્ઞતાની ચર્ચા થઈ છે, તો પણ તેનો એ અર્થ નથી કે અમિતસાગરે સંસ્કૃતની વાતોને તામિલમાં પરાણે ઘુસાડવાની ચેષ્ટા કરી. ભલે ને, પોતાની રચનાઓમાં સંસ્કૃત ગ્રંથોની રચના શૈલીનું અનુકરણ કર્યું હોય, પરંતુ “યાપ્પરુંગલ કારિૐ'ના ધ્યાનપૂર્વક અધ્યયનથી એ સ્પષ્ટ જાણી શકાય છે કે તેમાં તામિલના વિશિષ્ટ છંદભેદોનું જ વિવેચન થયું
ઇનપૂરણ અમિતસાગર અને ગુણસાગરના પશ્ચાતુવર્તી લક્ષણ ગ્રંથકારોમાં ઈલપૂરણમૂનું નામ ઉલ્લેખનીય છે. “તોલકાપ્પિયમના “શેઠુળુ ઇય” (પદ્ય વિચાર-ભાગ)નો
Jai Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org