________________
૧૮૪
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
આદિવરાહમૂર્તિ અને શંભુ (વિષ્ણુ અને શિવ) દેવતાઓની પણ વંદના કરવામાં આવી છે. જોકે વીરશૈવો અને જૈનોમાં ભીષણ સંઘર્ષ થયા હતા, તો પણ બંનેની સમન્વયાત્મક સ્થિતિ પણ આવી ગઈ હતી. વીરશૈવોએ એવી આમ ઘોષણા પ્રસારિત કરી કે જે જૈન વિરોધી હોય છે, તે બધાને શિવદ્રોહી અને “સંગમરૂ' (શૈવાચાર્ય)ના શત્રુ માનવામાં આવશે. ૨
આ જ કાળમાં, તીર્થકરોની મૂર્તિઓ સાથે શિવલિંગ મૂર્તિઓ પણ રખાવા અને પૂજાવા લાગી. આનું પ્રમાણ એક શિલાલેખમાં પ્રાપ્ત થાય છે.'
વિજયનગર-શાસકોની કેટલીય સ્ત્રીઓ જૈનધર્મના અનુયાયી હતી. તત્કાલીન રાજાઓ અને રાણીઓએ કેટલાય જિનાલય નિર્મિત કરાવ્યાં અને તેના સંચાલન નિમિત્તે પર્યાપ્ત સંપત્તિ દેવદ્રવ્ય રૂપે આપી રાખી. તેમની સભાઓમાં કેટલાય જૈન પંડિતો સભાવિદ્વાનો અને કવિઓ રૂપે વિદ્યમાન હતા. કૃષ્ણદેવ રાયના સમયમાં, વાદિ વિદ્યાનન્દ નામક સુપ્રસિદ્ધ જૈન મહાપંડિત અને સુવાક્તા હતા. તેમના જ સમયમાં મંડલ પુરુષ નામક જૈન વિદ્વરે “ચૂળામણિનિઘંટુ નામક બ્રાહત તામિલકોશની રચના કરી. આ નિઘંટુ અને તેના રચયિતાનું તામિલભાષીઓ આજે પણ આદરપૂર્વક સ્મરણ કરે છે. તે સમયના કેટલાય જૈન ગ્રંથ હજી સુધી પ્રકાશમાં નથી આવ્યા. જો તે સાહિત્ય પ્રકાશમાં આવે તો અનેક મહત્ત્વપૂર્ણ તથ્ય જ્ઞાત થઈ શકે.
જૈન વિદ્વાનો અને તેમની અમૂલ્ય રચનાઓનો સમાદર જૈનેતર વિદ્વાનો પણ કરતા હતા અને કરે છે. વૈદિક મતના વિપ્રવર નષ્યિનાદ્ધિનિયરે જૈનમહાકાવ્ય ‘જીવકચિંતામણિ'ની વ્યાખ્યા લખવા માટે જૈનદર્શનનું વિધિવત્ સાંગોપાંગ અધ્યયન કર્યું હતું. સમન્વયની આ પરંપરા આજ સુધી ચાલી આવી રહી છે. આ યુગમાં ચક્રવર્તી નયિના પ્રસિદ્ધ જૈનતત્ત્વવેત્તા વિદ્વાન થઈ ગયા છે. તેમના પૂજય પિતા અપ્રાસામિ નયિનારૂની પાસે જ “તામિલ દાદા’ સ્વ. ડૉ. ઉં. વે, સ્વામિનાથનું અય્યરે જૈન તત્ત્વનું અધ્યયન કર્યું હતું. નયિનારૂજીનું ગામ વિઘૂર જૈન ધર્મનું કેન્દ્ર માનવામાં આવતું હતું. ‘ચિત્તામૂર-મઠ' તામિલભાષી જૈનો માટે ઉત્તમ વિદ્યાપીઠ
૧. E. C. VII. K. p. 47. ૨. E. C. V, BL. 128. ૩. M. A. R. 1925, p. 15.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org