________________
કાપ્પિયમ્-૨
૧૮૩
બોલી, ક્રીડા વગેરેનું વિસ્તૃત તથા રોચક વર્ણન કરવામાં આવે છે. આવા કેટલાય જૈન પ્રબંધ રચવામાં આવેલ હતા, પરંતુ હવે નથી મળતા. વિજયનગર સામ્રાજ્ય
વિજયનગરના સમ્રાજ્યકાળમાં બધા ધર્મો અને સંપ્રદાયોનો સમુચિત આદર થતો હતો. તે સામ્રાજય વર્ણાશ્રમધર્મોનું જાગ્રત પાલક-પોષક હતું. આ સામ્રાજ્યમાં ચારે સંપ્રદાય રાજાશ્રિત તથા આદરાસ્પદ હતાઃ ૧. માહેશ્વર મત, ૨. બૌદ્ધ મત, ૩. વૈષ્ણવત અને ૪. આહંત મત.'
આ કાળમાં જૈન મતાવલંબીઓ અતીતની અપેક્ષાએ અધિક ઉદાર હતા તથા પોતાના વિધિ-નિયમોમાં તેમણે પરિષ્કાર કરી લીધો હતો. ઈ. ૧૧૫૧ના એક શિલાલેખમાં ઉલ્લેખ છે કે “શિવ, તાદ્રિ (તોતાદ્રિ ?), અને (સુખ પ્રદાયી જિન પરમાત્માને પ્રણામ...” તત્કાલીન હિન્દુ પણ જિનાલયમાં જઈ આરાધના વગેરે કરવા માટે હાથ પર ‘કાપુ” (રક્ષા સૂત્રો બાંધવા લાગ્યા હતા. જેનોએ પણ હિંદુઓની અનેક વિધિઓ અપનાવી લીધી હતી. ઈતિહાસથી જાણી શકાય છે કે આ સમન્વય સ્થિતિ વિજયનગર સામ્રાજ્યની સ્થાપના પૂર્વે પણ રહી હતી. આ સમન્વયનું એક ઉત્તમ ઉદાહરણ મળ્યું છે.
વિરૂપાક્ષ ઉડયાર અને બુક્કરાયના શાસનકાળમાં હિંદુઓ અને જૈનો વચ્ચે સ્થળ સીમા-સંબંધી વિવાદ ઊભો થયો. સ્થિતિ વિકટ હતી. આખરે રાજાજ્ઞાથી કે નાગરિકોની અભ્યર્થનાથી બંને પક્ષના લોકો એક સ્થાન પર એકત્ર થયા અને ખુલ્લા મનથી ચર્ચા થઈ. અંતે વિદ્વાનોએ એમ નિર્ણય કર્યો કે જૈન દર્શન અને વૈષ્ણવ દર્શનમાં કોઈ વિચ્છેદક અંતર નથી; આથી બંને પક્ષવાળા આપસમાં હળીમળીને રહી શકે છે અને તેમણે રહેવું પડશે. તેનું સુપરિણામ એ આવ્યું કે જિનાલયોના દ્વારરક્ષક અને પૂજારી વૈષ્ણવ નિયુક્ત કરવામાં આવ્યા અને ચૂનો લીપવાનું કૈર્ય (સેવા) પણ વૈષ્ણવોને જ સોંપવામાં આવ્યું. આ ઘટનાને તે જ સમયે અભિલેખ રૂપે શિલાંકિત કરવામાં આવી. તે પ્રબળ આજ્ઞાપત્રથી ઓછું ન હતું.
આ જ રીતે, સોળમી શતાબ્દીના શ્રમણોમાં પણ સમન્વયની ભાવના દૃષ્ટિગોચર થાય છે. તત્કાલીન જૈન સાહિત્ય અને અભિલેખોમાં સ્વમત પ્રખ્યાપન સાથે,
૧. ૨. ૩.
E. C. XI, C. K. 13, 14, 20, 21. E. C. XII. Tr. 9. 3. E. C. II, 334.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org