________________
૧૫૪
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
હતી, જેનું એક સ્તન સ્વયં તેણે નષ્ટ કરી દીધું હતું. “ઉર્ણિ'નો અર્થ છે કર્ણિકા, જે કમલબીજ માનવામાં આવે છે. સંભવતયા કણકિનું સંસ્કૃત રૂપ “કર્ણિકા’ બનાવીને, તેના અનુવાદ રૂપે “ઉણિ”નો પ્રયોગ કરવામાં આવ્યો હોય. શિલપ્પધિકાર”માં પણ બતાવવામાં આવ્યું છે કે વ્યાધ લોકોએ જેમને “કુરવરૂ’ કહે છે, તે કણકિને “વેંગે' વૃક્ષ નીચે જોઈ. આથી બંને ઘટનાઓમાં સમાનતા ચોક્કસ છે. સંઘકાલમાં ‘શિલપ્પધિકાર”” કથા તથા કાવ્યનો પ્રચાર-પ્રસાર ખૂબ થઈ ચૂક્યો હતો.
આ મહાકાવ્યને સંઘકાલનો ઉત્તરકાલીન ગ્રંથ માનવો ઉચિત થશે. આનાં પર્યાપ્ત પ્રમાણ છે. આપની જે શક્યતા જોવા મળે છે, તે કદાચ ભ્રમપૂર્ણ છે. અથવા પછીના કાવ્યપ્રેમીઓ દ્વારા જોડવામાં આવેલી વાતોના આધારે જ હશે. આ ગ્રંથને સંઘકાલીન માની લેવા માટે માત્ર આ એક પ્રમાણ જ પર્યાપ્ત હશે કે તત્કાલીન ધાર્મિક સ્થિતિનું પૂરું યથાર્થ ચિત્રણ આમાં મળે છે. બલરામ, મુરુગનું (કાર્તિકેય), વિષ્ણુ, શિવ વગેરે દેવતાઓનાં મંદિરનાં વર્ણન જ નહિ, પરંતુ વંદનાઓ પણ કવિએ પોતે અને પોતાના પાત્રો પાસે કરાવી છે. આવી સામાસિક તથા સમરસ સંસ્કૃતિ અને ધાર્મિક સ્થિતિ આવાર તથા નાયકુમાર (વૈષ્ણવશૈવ) વગેરે સંતોના સમયની પહેલાં જે અધિક ફેલાયેલી મળે છે. અળગો અડિગળે ઉક્ત સંસ્કૃતિ અને ધાર્મિક સ્થિતિનું સમર્થન પોતાના કાવ્યમાં કર્યું છે. સુપ્રસિદ્ધ ઈતિહાસકાર શ્રી રામચન્દ્ર દીક્ષિતરે પણ કેટલાય અકાટ્ય પ્રમાણોથી એ સાબિત કર્યું છે કે ઈ. બીજી સદીમાં જ “શિલપ્પધિકારીનું પ્રણયન થઈ ચૂક્યું હતું.
આ ગ્રંથમાં ધાર્મિક કટ્ટરતાનો આભાસ સુદ્ધાં નથી મળતો. આમાં વિશિષ્ટ તામિલ સંસ્કૃતિના મૂળ તત્ત્વોનું પરિપોષણ છે જે “યાહુ ઝરે, યવમ્ વશેઝિ (દેશ-વિદેશ બધા અમારી જન્મભૂમિ છે અને બધા લોકો અમારા પ્રિય બંધુ છે) વગેરે ઉત્તમોત્તમ સિદ્ધાંતોથી અનુપ્રાણિત છે.
મણિમેખલે મણિમેખલે એક છોકરીનું નામ છે. તે જ આ કાવ્યની ચરિતનાયિકા છે. શિલપ્પધિકારમ્'ના ચરિતનાયક વણિક-પુત્ર કોવલની પ્રેમિકા નર્તકીની કુખે
૧. આ પંક્તિ સંઘકાલીન કવિવર શ્રી કણિય– પંકુન્દનાષ્ટ્રના પદ્યનો અંશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org