________________
કાપ્પિયમ્-૧
૧૫૩
દેશમાં બહુપ્રચલિત કથાઓ (દંતકથાઓ, લોકકથાઓ અને પુરાણ-ઈતિહાસઐતિહ્ય વૃત્તાંતો)થી તે લોકો અનભિજ્ઞ ન હતા. પંચતંત્રની બ્રાહ્મણી અને નકુલવાળી પ્રસિદ્ધ કથા એટલા માટે “શિલખધિકારમ્માં સ્થાન મેળવી શકી કે જનમનમાં સહજ જ તે પેસી ગઈ હતી. પતિનેણુકીળુ કણક્લ સંગ્રહ અને શિલપ્પધિકારમ્
ઇન્કંગો આડિગળે શિલપ્પધિકારમાં તિરુક્રનો ઉલ્લેખ કર્યો છે. આથી આ કાવ્ય તેની પછીનું સાબિત થાય છે. પરંતુ પતિનેષ્ઠીળુ કણક્ક અર્થાત્ અઢાર ગ્રંથોના સંગ્રહ ગ્રંથની પછી જ શિલપ્પધિકારની રચના થઈ, એવી વાત નથી. તે સંગ્રહમાંથી “નાબૂ મણિકડિકૈ”, “આચાર કોવૈ” વગેરે ગ્રંથોની વાતોનાં ઉદ્ધરણોનાં જે પ્રમાણ રજુ કરવામાં આવે છે, તેમને પ્રામાણિક નથી માની શકાતા. કેમકે બંને ગ્રંથોની સમાન વાતો પ્રાચીન ગ્રંથોની પોતાની નથી. તે તત્કાલીન લોકોક્તિઓ અને નીતિવચનો હતા. આથી સંભવ છે કે તે શિલપ્પધિકારમ્ના રચનાકાળમાં પણ પ્રચલિત રહ્યા હોય. તેને જ ઇલંગો અડિગળે પોતાના મહાકાવ્યમાં પ્રયુક્ત કર્યા હશે.
શિલપ્પધિકારમુમાં ઉલ્લેખ છે કે કપિલવસ્તુમાં બુદ્ધદેવ અવતરિત થઈને ધર્મોપદેશ આપશે અને તે ઉપદેશ સાંભળ્યા પછી જ કોવલનુ-કણકિને નિર્વાણપ્રાપ્તિ થશે. આ વાતને લઈને કેટલાક વિદ્વાનોનો આક્ષેપ છે કે આ ઘટના બુદ્ધ દેવને સમસામયિક કેવી રીતે હોઈ શકે છે. પરંતુ આનું સમાધાન એમ કરવામાં આવ્યું છે કે કાવ્યમાં ઉલિખિત બુદ્ધદેવ શુદ્ધોદન પુત્ર શાક્યવંશીય નથી. બુદ્ધના કેટલાય અવતાર બતાવવામાં આવે છે. આથી સંભવ છે કે ઈ. બીજી સદીમાં અવતરિત કોઈ અન્ય બુદ્ધદેવની ચર્ચા તેમાં હોય.
કોવલનુ-કણકિની કથા આગળ ચાલતાં તામિલ દેશમાં ફેલાઈ ગઈ. સત્તરમી સદીમાં “અકવલુ” છંદમાં આ જ કથા પર લઘુકાવ્યની રચના થઈ. આમાંથી કેટલાય પઘો, પરિમેલન્કર, મયિલેનાથ, નચ્ચિનક્રિનિયર, પેરાશિરિયર, “યાખેરુંગલવૃત્તિ (છંદશાસ્ત્ર)ના વ્યાખ્યાકાર ઇલંપૂરણર વગેરે વિદ્વાનો દ્વારા પોતાની વ્યાખ્યાઓ તથા ટિપ્પણીઓમાં ઉદ્ભત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સતી કર્ણાકિની અમર કથા પણ કેટલાય લોકગીતો, લઘુકાવ્યો અને નિબંધો દ્વારા સમાદત હતી. આ પદ્યો પ્રાચીન વ્યાખ્યાકારોની વ્યાખ્યાઓ, ટિપ્પણીઓ વગેરેમાં ઉપલબ્ધ છે. સંઘકાલીન ગ્રંથ “નર્તિણ” નામક ગ્રંથમાં એ ઘટનાનું વર્ણન છે કે “તિરુમા ઉણિ નામક એક સતી સ્ત્રી વેંગે વૃક્ષ નીચે ઊભી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org