________________
કાપ્પિયમ્-૧
૧૫૫
ઉત્પન્ન છોકરી હતી મણિમેખલે. આ કાવ્યમાં બૌદ્ધ તત્ત્વોની પ્રચુરતા છે, એટલા માટે બૌદ્ધ કાવ્યગ્રંથ રૂપે આની ગણના થાય છે.
ચરિતનાયિકા મણિમેખલે પોતાના રૂપસૌન્દર્ય પર મોહિત ચોલ યુવરાજ ઉદયનકુમારની પ્રેમભિક્ષાનો પણ અસ્વીકાર કરી દે છે અને પોતાના મનને જબરદસ્તીથી કઠોર બનાવી લે છે. તેની મહત્ત્વાકાંક્ષા ભોગ-ઉપભોગની પંકિલ જીવનધારાથી આકૃષ્ટ ન હતી. તેને આ જીવનની નશ્વરતા અને દૈહિક સુખોની ક્ષણભંગુરતાથી સદા માટે મુક્તિ મેળવી અજર-અમર (નિર્વાણ) પદની પ્રાપ્તિની અદમ્ય આકાંક્ષા હતી. બુદ્ધદેવના “આર્ય સત્યોએ તેના અંધકારાચ્છન્ન જીવનપથમાં જ્વલંત દીપસ્તંભ ઊભો કરી દીધો. “આત્મહિતાય'ની અપેક્ષાએ “લોકહિતાય'ની ઉન્નત પ્રેરણા તેને સદા કર્મપથ પર અગ્રેસર કરતી રહી. આથી પ્રાણીમાત્રના ઉદ્ધાર માટે અને દુકાળપીડિત જનતાની ભૂખ મિટાવવા માટે મણિમેખલે પોતાનું સર્વસ્વ. ત્યાગીને ભિક્ષુણી બની નીકળી પડી. જાણે તેની પુનીત અભિલાષા જાણીને જ ભગવાને તેને “અમુદ સુરભિ' (અમૃતસુરભિ) નામક અક્ષયપાત્ર સુલભ કરી આપ્યું. તેના જ સહારે તે સાધ્વીએ બહુ લોકોપકાર કર્યો. કેટલાય પથભ્રષ્ટોને સત્યપથ પર લાવી મૂક્યા.
મણિમેખલે' કાવ્યના રચયિતાનું શુભનામ હતું શીત્તલૈં ચારનાર. તેઓ તામિલના પ્રકાંડ વિદ્વાનું અને મધુરવાફ કવિ હતા. બૌદ્ધ ધર્માવલંબી તો હતા જ પરંતુ “શિલખધિકારના રચયિતા શ્રી ઇગંગો અડિગળના મિત્ર હોવા છતાં પણ તેમના જેવા ઉદાર અને તટસ્થ ન રહી શક્યા. કર્ણકિ-કોવલનુની કથાને તેમણે જ દબંગો અડિગળુને સંભળાવી; આથી તે પૂરી કથા જાણતા હતા અને ઘટનાના સમસામયિક પણ હતા. આ વાતનું પણ પ્રમાણ મળે છે કે તેમણે ઇલંગોજીને એમ પ્રાર્થના કરી કે “આપ સતી કણકિની પુનીત કથા પર કાવ્ય રચના કરો અને હું કોવલનુની પ્રેમિકા, નર્તકી ગણિકા માધવીની પુત્રી આદર્શ ગુણવતી મણિમેખલેના ચરિતને કાવ્યની ભાષા આપીશ.” ઇળંગોજીએ પોતાના મિત્રની અભ્યર્થનાનો સ્વીકાર કરી મહાકાવ્ય “શિલપ્પધિકારમુ'ની રચના કરી. વિદ્વાનોનો મત છે કે શ્રી ચાત્તનારે ઉદારતા, સર્વધર્મસમરસતા સંબંધી પોતાની ખામીનો સ્વયં અનુભવ કરીને જ આ મહત્ત્વપૂર્ણ પુનીત કાર્ય નિસર્ગોદાર ઉલ્લંગોજીના હાથોમાં સોંપ્યું હશે.
આ “મણિમેખલે' કાવ્યમાં પિટક ગ્રંથોની પ્રચુર પૌરાણિક બૌદ્ધ કથાઓ મળી આવે છે. આ જ કારણે, તેને કેટલીય અલૌકિક ઘટનાઓનું સંકલન માનવું પડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org