________________
ધર્મગ્રંથ
૧૩૯
જ રીતે આ ગ્રંથ પણ જનજીવનને પવિત્ર તથા સ્વસ્થ બનાવનાર છ ઉત્તમ ધર્મોનું વર્ણન કરે છે. છ ઉત્તમ ધર્મોનો સમ્મિલિત નિર્દેશ હોવાથી આ પણ “એલાદિ ઔષધિ સમાન તન-મનને સ્વસ્થ તથા પવિત્ર બનાવે છે.
કણિમેધયારે પૂર્વસંચિત પુણ્યની અવશ્યભાવિતા પર ભાર આપ્યો છે. આ ગ્રંથમાં તેમણે મુક્તિની મહત્તા અને તેને પ્રાપ્ત કરવાના ઉપાયોનું સુંદર વર્ણન કર્યું છે. વિદ્યા અને શિક્ષણની મહત્તાને તેમણે અધિક ઉપાદેય સમજી. “વિદTધને સર્વધનાત્ પ્રધાનમ', “વિદ્યાભૂષણમેવ ભૂષણમ્ વગેરે ભાવ તેમના પદ્યોમાં અધિક મળે છે.
આ જ કણિમેધિયારે નાયક-નાયિકા ભાવ અને સ્વસ્થ ગાઉથ્ય જીવન પર તિર્ણમાલે નટ્રેમ્પદુ’ નામના દોઢસો પદ્યોવાળા બીજા ગ્રંથની રચના કરી છે. આ જ પ્રકારના ગ્રંથોમાં કાર નાર્પ, ઐતિર્ણ પદુ, ઐતિર્ણ એવુપ, તિર્ણ મોળિ ઍપદુ અને મૈત્રિલે ઉલ્લેખનીય છે, જે જૈનેતર કવિઓ દ્વારા રચિત હોવા છતાં પણ સમુચ્ચયના અઢાર લઘુ ગ્રંથો અંતર્ગત ગણાય છે. તેમના દ્વારા તત્કાલીન સ્વસ્થ પારિવારિક જીવનની ખબર પડે છે અને તેમાં સંસ્કૃતના તત્સમ તથા તદ્ભવ શબ્દો ય અધિક મળે છે. જૈનેતર હોવા છતાં પણ જૈનતત્ત્વ-પ્રભાવિત ગ્રંથો
ઇન્ના નાપૈદુ (અહિત ચાલીસી), “ઇનિય નાર્પ” (હિત ચાલીસી), “તિરિ કડકમ્', “નાન્ મણિ ઘટિકે”, “આચાર કોવૈ', “મૃદુ મૉળિ કાંતિ વગેરે ગ્રંથો જે ઉક્ત સમુચ્ચય અંતર્ગત છે, તે જૈનેતર કવિઓ દ્વારા વિરચિત હોવા છતાં પણ, પ્રધાનપણે જૈન ધર્મ તત્ત્વોનું સમર્થન કરે છે.
“ઊનૈત્ તિવ્ર ઊનૈપૂ પૈરુત્તલું મન્ ઇન્ના' માંસભક્ષણ કરી માંસને (પોતાના શરીરને) વધારવું પાપ કે અહિત છે. “ઈન્ના નાર્પદુનો આ જ ઉપદેશ “ઇનિય નાર્પદુ' ગ્રંથમાં પણ છે. તેમાં કહ્યું છે, “ઊનૈત્ તિવ્ર ઊર્ન પેરુક્કામૈ મુન્ ઇનિદે' માંસ ખાઈને માંસ (શરીર)ને ન વધારવું જ સારું કે હિતકારી છે.
આ જ રીતે “તિરુકડુકમ્માં પણ આ ઉપદેશનું બીજું રૂપ આપવામાં આવ્યું છે કે “જે રોજ માંસભક્ષણ કરતો, બીજા જીવ સાથે સ્નેહ કરવાનો દંભ કરે છે, તેના તે ઢોંગી સ્નેહથી શું લાભ?” “નાનું મણિ ઘટિકૈ'માં જીવહત્યા, આમિષભોજન વગેરેનું પ્રભાવપૂર્ણ રીતે ખંડન છે. આ બધા ધાર્મિક તત્ત્વોનો ઉપદેશ સંઘકાલીન ગ્રંથ “પસ્ક્રિનપ્પાલેમાં પણ ગૌણ રૂપે છે, જે “પતિનૈણુ કળુ કણકુના સમયમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org