________________
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
પ્રધાન વર્જ્ય વિષય હતા. આનાથી તે સ્પષ્ટ પ્રતીત થાય છે કે જીવનોપયોગી ધાર્મિક તત્ત્વ પોતાના વિપક્ષી કે વિરોધી સંપ્રદાય દ્વારા પ્રચારિત હોવા છતાં પણ શૈવ, વૈષ્ણવ વગેરે કવિઓએ તેનો સમાદર કર્યો અને યથાસંભવ તેમને જનમનમાં ઉતારવાનો પ્રયાસ કર્યો.
૧૪૦
પતિનૅણ્ કીળુ કણક્કુ’ની અન્ય વિશેષતાઓ
આ ગ્રંથો દ્વારા તત્કાલીન સામાજિક સ્થિતિની ખબર પડે છે. ‘ચિરુ પંચ મૂલ'ના એક પદ્યનો આશય એ છે કે ચામડાના નકલી વાછરડાંને પાસે ઊભું રાખી દૂધ દોહે છે, એવા નિકૃષ્ટ દૂધને, જેની પવિત્ર પેય પદાર્થોમાં મુખ્ય ગણના છે, શિષ્ટ લોકો અડવું પણ પાપ સમજે છે. ભ્રૂણહત્યા, ગર્ભપાત, શિશુમ૨ણ, અકાળમૃત્યુ વગેરે તે સમયની સહજ ઘટનાઓ હતી. ‘ઈનિય નાર્પદુ’માં ‘શિશુઓને સ્વસ્થ રાખવા પરમ હિત છે'નો ઉપદેશ છે. ‘ચિરુ પંચ મૂલમ્’માં ભ્રૂણહત્યા, ગર્ભપાત વગેરેને ઘોર પાપ કહીને, કુમારી કન્યાઓની રક્ષા અને દેખરેખ ખૂબ સાવધાનીથી કરવાની આવશ્યકતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ‘અત્યુટ મુખ્યપાલૈ: રૂદેવ તમસ્તુતે' પુણ્ય કે પાપની અતિ થઈ જાય ત્યારે, તેનું ફળ આ જ જન્મમાં મળી જાય છે - આ તત્ત્વનું સમર્થન આ ગ્રંથોમાં અધિકતર થયું છે. દાનને પરમ ધર્મ માનવાની જે પરંપરા જૂના સમયથી ચાલી આવી છે, તેમાં પરિસ્થિતિ મુજબ કેટલાક સુધારા પણ આ ગ્રંથકર્તાઓએ કર્યા છે અને તેને પણ ધર્મનું આવરણ પહેરાવી જનતા સમક્ષ રજૂ કર્યા છે. પોતાનું બધું જ ન્યોછાવર કરીને પણ પોતાની દાનશીલતાનું પરિપાલન કરનાર પરિવળ, કુમણન્, પેકન્, કર્ણ, હરિશ્ચન્દ્ર વગેરે મહાદાનીઓની ગુણગાથા ગાનારી સાહિત્ય-પરંપરામાં એક નૂતન પ્રક્ષિપ્ત રીતિનો સમાવેશ કરી દીધો જૈનાચાર્યોએ.
-
‘ઇન્ના નાર્પદુ’ (અહિત ચાલીસી)ની એક પંક્તિ જુઓ, ‘ત્રા પૉરુાિર વÊ પુરિવુ' (પોતાની પાસે પર્યાપ્ત ધન ન રાખનાર માટે દાની બનવું અહિતકર છે) આ મતનું પૃષ્ઠપોષણ ‘ઇનિય નાર્પદુ' (હિતચાલીસી)માં આ મુજબ થયું છે, ‘વવારિન્તુ વ ંત્ નિવે” (આવક અનુસાર જ દાનપુણ્ય કરવું હિતકર છે). આ વિષયમાં ‘તિßિકમ્’નો ઉપદેશ જુઓ, ‘વવાયુ∞ જાણ્ વ ંશિ વાળૂ વત્' (આવકનો એક ચતુર્થાંશ ભાગ દાનમાં વહેંચવો સફળ જીવનયાપન કરનારનું કર્તવ્ય છે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org