________________
જૈન ધર્મ અને તામિલ દેશ
કામશાસ્ત્રને આ પ્રકારની ગંભીર તથા પવિત્ર રીતે ભાગ્યે જ કોઈ આચાર્યે પ્રસ્તુત કર્યું છે. સંભવતઃ, પ્રાચીન તામિલ સાહિત્યની વિશિષ્ટ શાખા ‘અહપ્પો’ (જીવનનો અંતર્મુખી પક્ષ)થી પિરિચત હોવાને કારણે, તિરુવળ્વર કામશાસ્ત્ર વિષયક અપૂર્વ અધ્યાય પ્રસ્તુત કરવામાં સફળ થયા. તેમાં તેમણે એ પરિવર્તન અથવા કહો કે ક્રાંતિકારી પરિશોધન કર્યું કે સંઘકાલમાં પ્રચલિત તથા આચાર રૂપે સ્વીકૃત ગણિકાસંગમની પરંપરાનો પોતાના અધ્યાયમાં સંકેત સુદ્ધાં નથી કર્યો. યોગ્ય યુવક-યુવતીના સ્વચ્છ પ્રેમના વિકસિત રૂપ તથા તેમના પવિત્ર દાંપત્યમાં નિખરતાં શોભન પરિણામને જ તિરુવળ્વરે પોતાના અધ્યાયનો આધાર બનાવ્યો. ઉદાત્ત ભાવનાઓથી પૂર્ણ તેમના ‘ઇન્લમ્' (કામ) અધ્યાયની આ જ વિશેષતા છે, જે અન્યત્ર દુર્લભ છે.
Jain Education International
જ
For Private & Personal Use Only
૧૨૯
www.jainelibrary.org