________________
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
૧૨૮
ભૂલી જવા તે જ સર્વોત્તમ ધર્મ છે. આ રીતે, પ્રત્યેક ધર્મના વર્ણનમાં તિરુવoવરે પોતાનો આદર્શ પ્રતિષ્ઠિત કર્યો છે.
‘પૉરુખ્’ (અર્થ)
તિરુપ્ફુરના બીજા ‘પૉરુળ્ પાળ્’ (અર્થવિભાગ)માં રાજનીતિ તથા સામુદાયિક જીવન વિશે કેટલીય ઉપાદેય વાતો વર્ણિત છે. જોકે તેમાં કથિત વિષય રાજનીતિ સાથે અધિક સંબંધિત છે, તથાપિ સાધારણ જનજીવન માટે પણ તે ઉપયોગી તથા આચરણીય છે. આમ રાજતંત્રના સમયમાં બતાવવામાં આવેલી વાતો, હવે ગણતંત્રના સ્વતંત્ર જનજીવન માટે પણ લાગુ પડે છે. તિરુવળ્વરે આ અધ્યાયમાં પોતાનો સ્પષ્ટ નિર્ણય આપ્યો છે કે શાસનસત્તાની સ્થિરતા તથા નિર્દોષ પરિચાલન માટે વિદ્વાનો, સારા વિચારકો તથા યોગ્ય રાજનીતિજ્ઞોથી ભરેલી મંત્રણાસભા (સંસદ), અને વિદ્યા તથા તદનુરૂપ અનુષ્ઠાનવાળા મનીષી – આ ત્રણે સાધન અનિવાર્ય છે. તિરુવળુવર રાજનૈતિક દાવપેચો તથા કુચક્રોથી સારી રીતે પરિચિત હતા, પરંતુ સફળતા કે વિજયને એકમાત્ર ઉદ્દેશ્ય માનીને સાધન કે આચરણની ભ્રષ્ટતાનો સ્વીકાર તેમણે ક્યારેય નથી કર્યો. તેઓ સાધ્યની જેમ સાધનને પણ પવિત્ર તથા આદર્શોન્મુખ રાખવાના પક્ષપાતી હતા. ‘બિનૈતૂક્ષ્મ’ (કાર્યની પવિત્રતા) નામક અલગ અધિકારમ્ (પ્રકરણ) તેમણે તિરુક્કરમાં લખ્યું. રાજનીતિ અને સામુદાયિક જીવન માટે ઉદાર ચિત્ત અને સદાચરણને જ તેમણે આધાર માન્યો. એટલા માટે, આ અધ્યાયના અંતે, જન્મની ગરિમા, સારી સંસ્કૃતિ, સ્નેહગુણ, અધર્મભીરુતા, સમદર્શિતા, સત્યભાષિતા અને આત્મસમ્માનને પ્રાણવત્ માનનાર ભદ્ર મનુષ્યોનું વર્ણન કરવામાં આવ્યું છે.
ઈન્બમ્’(કામ)
તિરુક્કરના તૃતીય અધ્યાય ‘ઇન્ગમ્’માં આદર્શ દાંપત્ય જીવનનું, સંધકાલીન સાહિત્યથી અનુમોદિત રીતિ-નીતિના આધારે વિશદ વર્ણન કરવામાં આવ્યું છે. તેનો સારાંશ આ છે – એક સ્ત્રીનો એક જ પતિ હોઈ શકે છે તથા પતિ પણ એકપત્નીવ્રત નિભાવશે. એવું સ્ત્રી-પુરુષ-યુગલ પોતાને આદર્શ બનાવશે તથા અનુપમ કહેવાશે. શરીરથી ભિન્ન હોવા છતાં પણ બંને પતિ-પત્ની આચાર-વિચાર તથા અતૂટ સ્નેહ-સૌજન્યથી અભિન્ન એકપ્રાણ સમાન રહેશે. તેઓ પરંપરાગત સદાચારથી ક્યારેય વિચલિત નહિ થાય. તેમનું જીવન નિસ્વાર્થ ભાવનાથી ઓતપ્રોત હશે, પરહિત તથા પરોપકારમાં તેઓ પોતાની સફળતા માનશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org