________________
જૈન ધર્મ અને તામિલ દેશ
૧૦૯
કાયક્લેશપૂર્વક તપસ્યા કરનાર તપસ્વીઓ માટે સાધારણતઃ “શ્રમણ' શબ્દનો પ્રયોગ થાય છે, તે જ રીતે “પડિમૈયોનું” કે “પડિયોનું' (તપસ્વી) શબ્દનો પ્રયોગ માત્ર જૈન મુનિઓ માટે થયો છે, એવી વાત નથી. સુપ્રસિદ્ધ શૈવ સાહિત્ય “તેવારમાં તપશ્ચર્યા અને ત્રતાનુષ્ઠાનના અર્થમાં “પડિમમ્' (પડિમ) શબ્દનો પ્રયોગ મળે છે. તે શબ્દનો બીજો અર્થ છે મૂર્તિ, વિગ્રહ કે શરીર. સ્વયં તોલકાપ્પિયરે પણ તે અર્થમાં “પડિમૈ” શબ્દનો પ્રયોગ કર્યો છે.
આથી “પડિમૈ” શબ્દનો અર્થ સાધારણતઃ સ્વરૂપ કે મૂર્તિ માનવો યોગ્ય ગણાશે. આચાર્ય તોલકાપ્પિયરે બ્રાહ્મણ ક્ષત્રિયાદિ વર્ણ ધરાવનારના પવિત્રાચરણના અર્થમાં પણ પડિમૈ” શબ્દનો પ્રયોગ કર્યો છે. તેમનો જ પ્રયોગ છે, “એનોર્ પડિઐયમ્' (બ્રાહ્મણ-ક્ષત્રિયાદિનું પવિત્રાચરણ). સંઘકાલીન કવિઓના પદ્યસંગ્રહ “પતિટ્ટ, પતુમાં એક હિંદુ રાજાનું વર્ણન છે “નિનું પડિમૈયાનું” અર્થાત, પવિત્ર આચરણ ધરાવનાર. આ જ રીતે, પડિમૈ” અને “પડિયો” શબ્દોના વ્યાપક અર્થ માટે કેટલાય પ્રમાણ અન્ય વિદ્વાનોએ પણ પ્રસ્તુત કર્યા છે. આથી તોલકાપ્પિયમના શિરડુ પાયિરમ્ના રચયિતા પણમ્બારનારૂના પડિમૈયો' શબ્દપ્રયોગના આધારે, આચાર્ય તોલકાપ્પિયરૂને જૈન સિદ્ધ કરવા મુશ્કેલ છે. આરરિવયિ (છ પ્રકારના જ્ઞાન ધરાવનાર જીવ).
તોલકાપ્પિયને જૈન સિદ્ધ કરવા માટે બીજો તર્ક એ આપવામાં આવે છે કે તેમણે જૈન સિદ્ધાંત અનુસાર છ પ્રકારના જ્ઞાન ભેદથી જીવોનું વિભાજન કર્યું હતું.
છ પ્રકારના જ્ઞાનવાળા જીવોનું વિભાજન આ મુજબ છે – ૧. સ્પર્શજ્ઞાનવાળા જીવ – ઝાડ, છોડ, ઘાસ વગેરે.
૨. બે જ્ઞાનવાળા – સ્પર્શજ્ઞાન સાથે જીભ દ્વારા રસજ્ઞાન પામનાર જીવ - છીપ, કીડો, ઘોંઘા વગેરે.
૩. ત્રણ જ્ઞાનવાળા – પૂર્વોક્ત બે જ્ઞાન સાથે ગંધજ્ઞાનવાળા જીવ– કીડી, ઊધઈ વગેરે.
૪. ચાર જ્ઞાનવાળા – ઉપરોક્ત ત્રણે સાથે રૂપજ્ઞાન હોવાની શક્તિ)વાળા જીવ – ભ્રમર વગેરે.
૫. પાંચ જ્ઞાનવાળા – ઉપરના ચાર જ્ઞાન સાથે શ્રવણજ્ઞાનવાળા જીવ – નાના-મોટા પશુ-પક્ષી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org