________________
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
શિલાલેખથી જાણ થાય છે કે વિજયનગર-શાસન-કાળમાં (ઈ.સ.ચૌદમી સદી) તિરુપ્પવ્રુત્તિ કુંડમાં જૈન પુરાણગ્રંથ ‘મેરુમંથર પુરાણ'ના રચિયતા વામન મુનિ અને તેમના શિષ્ય પરવાદિમલ્લ બંને વિરાજમાન હતા.
૧૦૮
ઉપર્યુક્ત શિલાલેખોમાં એક જ નામ વારંવાર આવ્યું છે. સંભવ છે કે એક વ્યક્તિનું નામ તેમાં બેવડાવવામાં આવ્યું હોય અને એમ પણ સંભવ છે કે એક જ નામના કેટલાય સાધુ ભિન્ન-ભિન્ન સમયમાં થયા હોય. આના સમુચિત સમાધાન માટે ગ્રંથકર્તા જૈનાચાર્યોના નામોનું વર્ગીકરણ તથા શોધ ખૂબ આવશ્યક છે. જે હોય તે, આટલા મુનિઓ તથા આચાર્યોનાં નામ અને પરિચય પ્રાપ્ત હોવાથી સ્પષ્ટ છે કે જૈનધર્મનો તામિલનાડુમાં પર્યાપ્ત પ્રભાવ હતો.
તોલકાપ્પિયમ્
પરિચય
તામિલ ભાષાનો પ્રાચીનતમ ગ્રંથ છે તોલકાપ્પિયમ્. આ એક શ્રેષ્ઠ વ્યાકરણગ્રંથ જ નહિ, પ્રામાણિક લક્ષણગ્રંથ પણ છે. વ્યાકરણગ્રંથોમાં તો અધિક શબ્દોની વ્યુત્પત્તિ, નિષ્પત્તિ, નિરુક્તિ વગેરેનું બાહુલ્ય હોય છે; પરંતુ જેમના નામથી જ પ્રસ્તુત ગ્રંથ પ્રસિદ્ધ થયો છે તેવા આચાર્ય તોલકાપ્પિયરે, માત્ર શબ્દોનું જ નહિ, પરંતુ અક્ષરો સુધીનું વિશદ વિશ્લેષણ કર્યું છે. અને વિશેષતા એ છે કે તેમણે પોતાના ગ્રંથમાં કાવ્ય, છંદ, અલંકાર, લક્ષણ વગેરેનાં વિશદ વર્ણન સાથે જ સાત રસ, ધ્વનિ, ઉક્તિવૈચિત્ર્ય, રીતિ (Convention), વાચ્ય, અર્થભેદ વગેરેની વિશિષ્ટ તામિલ પરંપરાનો પ્રામાણિક પરિચય પણ આપ્યો છે.
તોલકાપ્પિયર્નો મત છે કે આંતરિક સંવેદન કામ (ત્રીજો પુરુષાર્થ) અને બાહ્ય આચાર ધર્મ તથા અર્થ કાવ્ય અથવા ગ્રંથના મુખ્ય ધ્યેય છે. તોલકાપ્પિયનું વ્યાકરણ-સૂત્ર પાણિનીય અષ્ટાધ્યાયીની જેમ પ્રત્યાહાર રૂપે ન હોતાં, ઐન્દ્ર વ્યાકરણની જેમ અર્થવત્ શબ્દાંત (વાક્યવિન્યસ્ત) છે. આ જ કારણે, પ્રાચીન કવિવરોએ તેની પ્રશંસામાં કહ્યું ‘એન્દિરમ્ નિરૈન્દુ તોલકાપ્પિયન્ (ઐન્દ્ર વ્યાકરણજ્ઞાનથી પૂર્ણ પંડિતવર તોલકાપ્પિયમ્)'. પડિમે (તપશ્ચર્યા)
-
કેટલાક વિદ્વાનોનો મત છે કે તોલકાપ્પિયર્ જૈન હતા. તેમના ગ્રંથ ‘તોલકાપ્પિયમ્’ના ‘શિરપ્પુ પાયરમ્’ (પરિચાયક અભિનંદન-પદ્ય)માં કવિવર પણમ્બારનારે ગ્રંથકર્તાની પ્રશંસામાં ‘પડિયો' શબ્દ પ્રયુક્ત કર્યો છે. ‘પડિમૈ’ શબ્દનો અર્થ જૈન-પરંપરાના મુનિઓનું પવિત્ર આચરણ કે તપસ્યા છે. જેમ
૧.
A. R. I. E. 1923/97 D.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org