________________
જૈન ધર્મ અને તામિલ દેશ
૧૦૭
૮. તેમના શિષ્ય-કનકવીર અડિગળું ૯. પટિમણ ભટ્ટાર ૧૦. તેમના શિષ્ય-ભવશંદી પેરિયારૂ (ભવણનંદ સ્વામી) ૧૧. તિરુ મલૈયરૂ મોનિ (મુનિ) ભારરૂ ૧૨. તેમના શિષ્ય-દયાપાલ પેરિયારૂ ૧૩. પુષ્યનંદી ભટાર ૧૪. તેમના શિષ્ય-પૅનન્દ ભટારરૂ ૧૫. અરિષ્ટનેમી ભટારર (અરિષ્ટનેમી ભટ્ટારક) ૧૬. તિરુક્કોટ્ટાટુ વિમલાચન્દ્ર ગુરુવડિગળું ૧૭. તેમના શિષ્ય – શાંતિસેન અડિગળું
કર્ણાટકના શ્રવણબેલગોલની જેમ, તામિલનાડુના ગૃધગિરિ અને મદૂના ગિરિ જૈનધર્મના પ્રધાન કેન્દ્રો હતા. અન્ય સ્થળો
તિષ્ઠિવનમૂના વેલૂરમાં જયસેન નામક જૈનાચાર્ય હતા. તોપ્ટરમાં વજ ઈળમૅરમાનડિગળું રહેતા હતા. તિમલે (ઉત્તર આર્કીટ જિલ્લો)માં આચાર્ય પરવાદિમલ અને તેમના શિષ્ય અરિષ્ટનેમી આચાર્ય બંને રહેતા હતા. તેમની સાથે સિંહલવાસી જૈનોના નામ પણ ઉપલબ્ધ થાય છે.*
દસમી સદીના એક શિલાલેખમાં કોયિલુરુ (દક્ષિણ આર્કીટ જિલ્લો)ના કરત્તિ ગુણવીર ભટ્ટારનો ઉલ્લેખ મળે છે. રાજરાજ ચોળના સમય (ઈ.સ.૯૮૫૧૦૧૪)માં ગુણવીર મહામુનિએ પોલ્વર તાલુકાના તિરુમલે પર એક “કલિંગ' (બંધના દ્વાર)ની સ્થાપના કરી હતી.
સુંદર પાંડિયનુના શાસન-કાળમાં, કનકચન્દ્ર પંડિત અને તેમના શિષ્ય ધર્મદેવાચાર્ય બંને જીવિત હતા (પુટુક્કોટ્ટ શિલાલેખ સંખ્યા ૪૭૪). અગિયારમી સદીના ચોલનરેશ રાજેન્દ્રનના સમકાલીન તથા તામિલના સુપ્રસિદ્ધ છંદગ્રંથ યાપ્રેરકલફ કારિકૈ” અને “યાપ્પકલ વૃત્તિના રચયિતા અમિત સાગર (કે અમૃતસાગર) વિષયમાં શિલાલેખમાંથી પર્યાપ્ત જાણકારી મળે છે. એક અન્ય ૧. s.II. Vol.wp. 121. ૨. A.R. I. E. 1919/12, 41. ૩. M. A. R. 1934-35 p. 83. ૪. S.I.I.Vol.Ip. 95-98 & p. 104, 105. ૫. M. A. R. 1936-37, p. 68 ૬. S.I..Vol.Ip. 95.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org