________________
૧૧૦
તામિલ જૈન સાહિત્યનો ઈતિહાસ
૬. છ જ્ઞાનવાળા – આ પાંચે જ્ઞાન સિવાય, ચિંતન અને અભિવ્યંજનાની શક્તિવાળા “પકુત્તરિવુ' (વિવેચનજ્ઞાન) હોવાથી, મનુષ્ય “આરરિવુયિ” (છ જ્ઞાનવાળા) હોય છે. - આચાર્ય તોલકાપ્પિયનું આ વિભાજન જૈન સિદ્ધાંત અનુસાર બનેલું છે. એટલા માટે તેમને જૈન સિદ્ધ કરનાર તર્ક રજુ કરવામાં આવે છે. પરંતુ, જૈન સિદ્ધાંત અનુસાર, પાંચ જ્ઞાનવાળા જીવોની શ્રેણીમાં જ મનુષ્ય, અનવર વગેરે આવી જાય છે, છતાં પણ સંવેદન તથા વિવેચનનું જ્ઞાન મનુષ્યની જેમ જાનવરોને નથી. તોલકાપ્પિયરે પોતાના વિભાજનમાં “આરરિવયિ’ નામનો છઠ્ઠો ભેદ કરી જાણે જૈન પદ્ધતિને વિશદ કરી છે.
તામિલમાં જીવોના વિભાજનની પોતાની વિશિષ્ટ રીત છે. વસ્તુઓના બે વિભાગ છે – ૧. ઉયર તિર્ણ (ઊંચુ કુળ) અને ૨. અરિહૈ (તેનાથી અલગ કુળ). છે પ્રકારના જ્ઞાનવાળા મનુષ્ય વગેરેને “ઊંચા કુળમાં ગણવામાં આવે છે અને છથી ઓછા જ્ઞાનવાળા મનુષ્યો તથા અન્ય જીવોને “તેનાથી ભિન્ન (નિમ્ન) કુળમાં ગણવામાં આવે છે. આ આધારભૂત સિદ્ધાંતનું જ આચાર્ય તોલકાપ્પિયરે પોતાના ગ્રંથમાં સમર્થન કર્યું છે. આ અધ્યાયનું નામ તેમણે “મરપિયલે” (રીતિપ્રકરણ) રાખ્યું છે. આથી તે સ્પષ્ટ પ્રતીત થાય છે કે તોલકાપ્પિયરે તામિલની વિશિષ્ટ રીતનો ઉલ્લેખ કર્યો છે, નહિ કે પોતાના કે કોઈના સિદ્ધાંતનું સમર્થન કર્યું છે. અહીં સિદ્ધાંત-સમર્થન કે મત-પ્રચારની કોઈ નોબત જ નથી આવી; તે પણ, એક પ્રામાણિક વ્યાકરણ-રીતિ-ગ્રંથમાં સાંપ્રદાયિક સિદ્ધાંતનો સમાવેશ, જ્યાં સુધી તોલકાપ્પિયરની વાત છે, ક્યારેય શક્ય નથી લાગતો. તેમનો ઉદ્દેશ તો તામિલની રીતિ-નીતિનો પ્રામાણિક પરિચય આપવાનો હતો. તેમણે ઈન્દ્ર, વરુણ વગેરે દેવતાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. આથી એમ કહેવું શું ઉચિત હશે કે તોલકાપ્પિયર્ વૈદિક મતના અનુયાયી હતા ? અંતે જતાં, અમને તે નિર્ણય પર પહોંચવામાં કોઈ આપત્તિ નથી જણાતી કે તોલકાપ્પિયરે નિર્લિપ્ત તથા તટસ્થ ભાવથી તત્કાલીન રીતિ-નીતિનો પ્રામાણિક પરિચય આપ્યો છે, અને એ પણ શક્ય છે કે તેમને જૈન ધર્મની જાણકારી હતી, તથા તેમના સમયમાં જૈન ધર્મ તામિલનાડુમાં ફેલાઈ ચૂક્યો હતો.
તોલકાપ્પિયરૂના “આરરિવયિ' (ષડ઼જ્ઞાની જીવ)નું વિભાજન ગ્રહણ કરી, તેમને “વૈદિક ધર્માનુયાયી' માનનાર પણ ઓછા નથી. તેમની દલીલ છે – જૈન વિદ્વાન જીવોને પાંચ જ્ઞાનભેદોના આધારે પાંચ વિભાગોમાં વિભાજિત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org