________________
પપદિ અને સાંગત્યયુગ
૮૭
ભોગ્ય છે. વર્ણન સુંદર છે. જો કે બોમ્મરસને મહાકવિ ન કહી શકાય છતાં પણ તેઓ એક શ્રેષ્ઠ કવિ છે. કવિ કોટીશ્વરે પણ લગભગ ઈ.સ.૧૫૦૦માં, ભામિની પપદિમાં એક જીવંધરચરિતે લખ્યું છે, પરંતુ તે ગ્રંથ અપૂર્ણ છે. મંગરસ (તૃતીય)
પહેલા મંગરસ ખગેન્દ્રમણિદર્પણ નામક વૈદ્યક ગ્રંથના રચયિતા છે. બીજા મંગરસ મંગરાજનિઘંટુના રચયિતા છે. ત્રીજા મંગરસ જલનૃપકાવ્ય, નેમિજિનેશસંગતિ, શ્રીપાલચરિતે, પ્રભંજનચરિતે, સમ્યક્તકૌમુદિ અને સૂપશાસ્ત્ર નામક ગ્રંથોના રચયિતા છે. ચુંગાલ્વ સચિવકુલોદ્દભવ કલ્લહલ્લિકા વિજયભૂપાલ તેમના પિતા છે. તેમની માતા દેવિલે અને ગુરુ ચિક્કપ્રભેન્દુ છે. કવિને પ્રભુરાજ, પ્રભુકુલ અને રત્નદીપ નામક પદવીઓ મળી હતી. કવિના પિતા યુદ્ધવીર જણાય છે, કેમકે કવિએ પોતાના પિતાને “રણકભિનવવિજય’ કહ્યાં છે. મંગરસ તૃતીય ૧૬મી શતાબ્દીના પૂર્વાર્ધના કવિ છે.
મંગરસનું જયનૃપકાવ્ય પરિવર્ધિની પદિમાં, સૂપશાસ્ત્ર વાર્ધકષપદિમાં, સમ્યક્તકૌમુદિ ઉદંડષપદિમાં અને બાકીના ત્રણ ગ્રંથ સાંગત્યમાં છે. જયનૃપકાવ્યમાં કરુજાંગણના રાજકુમાર જયનૃપની કથા છે. તેનો મૂળ આધાર આચાર્ય જિનસેન રચિત સંસ્કૃત કથા છે. કથાનાયક પ્રથમ ચક્રવર્તી ભરતનો સેનાપતિ હતો. આ એક શૃંગારિક કાવ્ય છે. મંગરસનો પદબંધ લલિત તથા સ્વભાવોક્તિ હૃદયગ્રાહી છે. કવિની કલ્પના નવીન તથા મનોહારિણી છે. પરિવર્ધિની ષટ્રપદિમાં રચિત આ કાવ્યમાં કવિતા મંગરસની જાણે ચેલી જ છે.
મંગરસનું સૂપશાસ્ત્ર ૩૫૬ પદ્યોનો એક પાકશાસ્ત્રનો ગ્રંથ છે. તેનો આધાર પિષ્ટપાક, પાનક, કલમાત્રપાક, શાકપાક વગેરે સંસ્કૃત ગ્રંથ રહ્યા છે. બધાની ચર્ચા આ ગ્રંથમાં થઈ છે. મંગરસ કહે છે કે આ પાકશાસ્ત્ર સ્ત્રીઓ માટે અત્યંત પ્રિય અને ઉપયોગી છે. કવિ રસનેન્દ્રિયતુષ્ટિને જ લૌકિક અને પારલૌકિક સુખ • માને છે.
સમ્યક્તકૌમુદી ૭૯૨ પદ્યોનું એક સુંદર કાવ્ય છે. તેમાં વૈશ્ય અર્હદાસની સ્ત્રીઓ દ્વારા કથા સંભળાવવા તથા તે સાંભળીને રાજા ઉદિતોદિતને સમ્યક્ત તથા સ્વર્ગ પ્રાપ્ત થવાની કથા વર્ણિત છે. આ કથા પૂર્વમાં ગૌતમ ગણધરે મગધનરેશ શ્રેણિકને સંભળાવી હતી. આ કથામાં બીજી પણ કેટલીય ઉપકથાઓ સામેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org