________________
૮૮
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
આ બધી સુંદર કથાઓ જનપદ કથાઓના વર્ગની જ છે. આ કથાઓમાં નીતિઉપદેશ ભરેલા પડ્યા છે. બધી કથાઓ પઠનીય છે.
મંગરસનું પ્રભંજનચરિતે અપૂર્ણ છે. બાકી બે ગ્રંથ બૃહદાકાર છે. તેમાં એક છે શ્રીપાલચરિતે, જેમાં પુંડરિકિણી નગરના રાજા ગુણપાલના પુત્ર શ્રીપાલની કથા વર્ણિત છે. તેમના અન્ય કાવ્યોની જેમ આમાં પણ નવીનતા, મનોહરતા અને સ્વાભાવિકતા છે. કવિના અપૂર્ણ પ્રભંજનચરિતેમાં શુંભદેશના જંભાપુરના રાજ દેવસેનના પુત્રની કથા વર્ણિત છે. આ કાવ્ય પણ સરળ તથા સરસ છે.
નેમિજિનેશસંગતિમાં ૨૨મા તીર્થંકર નેમિનાથનું પુણ્યચરિત્ર નિરૂપિત છે. વિદ્વાનોનો મત એવો છે કે આ રચના કવિની પ્રથમ કૃતિ છે, કેમકે આની શૈલી કવિના અન્ય કાવ્યોની જેમ પ્રૌઢ નથી. છતાં પણ આમાં કવિહૃદય હાજર છે અને તેના યુદ્ધવર્ણનથી જ્ઞાત થાય છે કે મંગરસ ક્ષત્રિય હતા અને યુદ્ધમાં તેણે ચોક્કસ ભાગ લીધો હશે. તેના જયનૃપકાવ્ય, સૂપશાસ્ત્ર, સમ્યક્તકૌમુદિ અને નેમિજિનેશસંગતિ પ્રકાશિત થઈ ચૂક્યાં છે. અભિનવવાદિ-વિદ્યાનંદ
તેમણે “કાવ્યસાર' નામક એક સંકલન ગ્રંથની રચના કરી છે. નગર તાલુકાન્તર્ગત હોંબુજના એક શિલાલેખમાં તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. પ્રતિવાદીઓને જીતવામાં તથા ઉપન્યાસમાં તેમને અદ્વિતીય કહેવામાં આવ્યા છે. એટલા જ માટે વાદિવિદ્યાનંદ નામથી પ્રસિદ્ધ થયા હશે. તેમનો સમય ઈ.સ.સોળમી શતાબ્દીનો પૂર્વાદ્ધ જણાય છે.
તેમના ઉપર્યુક્ત સંકલન ગ્રંથમાં ૧૧૪૦પદ્ય છે. સંભવતઃ તેમણે અન્ય ગ્રંથોની રચના પણ કરી હશે.
વિદ્યાનંદનો “દશમલુયાદિ મહાશાસ્ત્ર' નામક એક ગ્રંથ મને પ્રાપ્ત થયો છે. આ ગ્રંથ પ્રાકૃત, સંસ્કૃત અને કન્નડ ભાષામાં લિખિત છે. ઈતિહાસની દૃષ્ટિએ આ ગ્રંથ મહત્ત્વપૂર્ણ છે. તેનો વિસ્તૃત પરિચય મેં અન્યત્ર એક લેખમાં આપ્યો છે.
સાલ્વ
તેમણે પોતાના આશ્રયદાતા સાલ્વમલ અને રાજ સાલ્વદેવની પ્રેરણાથી ભામિની ષટ્રપદિમાં ‘ભારત' નામક ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ સિવાય સાલ્વે રસરત્નાકર અને વૈદ્યસાંગત્ય નામક બીજા બે ગ્રંથોની રચના કરી છે. વિદ્વાનોના મતે “શારદાવિલાસ' નામક એક અન્ય કૃતિ પણ તેમની જ છે. કવિના પિતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org