________________
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
કાવ્ય સાંગત્ય છંદમાં નિરૂપિત છે. બંને સરળ તથા પ્રવાહપૂર્ણ છે. સાંગત્ય કાવ્યોની અભિવૃદ્ધિમાં શિશુમાયણનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
૮૬
શિશુમાયણનું ત્રિપુરદહન ૨૮૨ સાંગત્ય પઘોની એક લઘુકાય કૃતિ છે. તે સંસ્કૃત પ્રબોધચન્દ્રોદય નાટકની જેમ એક લક્ષ્ય કાવ્ય છે. કવિએ શિવપુરાણની પ્રસિદ્ધ ત્રિપુરદહનની કથામાં પરિવર્તન કરી તેમાં જિનેશ્વર દેવને જન્મ-જરામરણરૂપી ત્રિપુરોના સંહારકર્તા બતાવ્યા છે. તદનુકૂલ કવિએ મોહાસુરને ત્રિપુરનો રાજા; માયાને તેની રાણી; મનુષ્ય, દેવ, તિર્યંચ અને નરક ગતિઓને ચાર પુત્ર, ક્રોધ, લોભાદિને મંત્રી તથા નાનાવિધ કર્મોને તેના પરિવાર રૂપે નિરૂપિત કર્યો છે. શિવપુરાણની બધી ઘટનાઓને અહીં સાંકેતિક રૂપ આપી દેવામાં આવ્યું છે. જિનેશ્વરદેવના લલાટ પર કેવલજ્ઞાનરૂપી ત્રીજું નેત્ર પ્રકટ થાય છે, જેના દ્વારા ત્રિપુર (મોહાસુર)ને સપરિવાર પરાજિત કરી દેવામાં આવે છે. પરમ દયાળુ જિનેશ્વરદેવે મોહાસુરને માર્યો નહિ, પરંતુ હાથ-પગ બાંધીને તેને પોતાના ચરણોમાં નમાવ્યો અને મુક્ત કરી જવા દીધો. આ રીતે કવિએ આ કાવ્યમાં જિનેશ્વરદેવને શિવથી અધિક દયાળુ સિદ્ધ કર્યા છે.
શિશુમાયણનું અંજનાચરિતે ૬ હજાર પદ્યોનો એક બૃહદ્ ગ્રંથ છે. તેમાં આચાર્ય રવિષેણવિરચિત સંસ્કૃત પદ્મચરિત્રમાં વર્ણિત અંજનાની કથાનો જ વિસ્તાર કરવામાં આવ્યો છે. કવિના વર્ણનમાં સ્વાભાવિકતા છે. કવિનો દૃષ્ટિકોણ જનસાધારણને પરિતોષ આપવાનો જ રહ્યો છે અને આ કાર્યમાં કવિ શિશુમાયણ પૂરી રીતે સફળ થયા છે.
બોમ્બરસ
તે૨કણાંબિનિવાસી બોમ્મરસ સનત્કુમારચરિતે અને જીવંધરસાંગત્ય નામક બે ગ્રંથોના રચયિતા છે. તેમનો સમય લગભગ ઈ.સ.૧૪૮૫ છે. કવિના પિતાનું નામ પણ બોમ્મરસ જ હતું. સંભવતઃ તેમના પિતા બોમ્બરસ પણ વિદ્વાન હતા.
આ સનકુમારચરિતેમાં ભામિનિ ષદિના ૮૭૦ પદ્ય છે. તેમાં હસ્તિનાપુરના યુવરાજ સનત્કુમારની કથા વર્ણિત છે. કવિનું કથાનિરૂપણ સુંદર છે, પદ્યોનો પ્રવાહ ઠીક છે અને વર્ણનમાં નવીનતા છે. એમ જણાય છે કે કવિ બોમ્મરસ ભોજનપ્રિય હતા કેમકે તેમના કાવ્યમાં ભક્ષ્ય-ભોજન પદાર્થોનું વર્ણન વિશેષરૂપે મળે છે.
કવિના જીવંધર સાંગત્યમાં લગભગ ૧૪૫૦ પદ્ય છે. તેમાં રાજપુરીના મહારાજ સત્સંધરના સુપુત્ર જીવંધરની કથા નિરૂપિત છે. કથા સરળ તથા જન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org