________________
પ્રકરણ ૪
ષદિ અને સાંગત્યયુગ
ભાસ્કર
કવિ ભાસ્કર ૧૫મી શતાબ્દીના પૂર્વાર્ધમાં થયા. તેમણે ભામિની ષદિમાં ‘જીવંધરચરિતે’ લખ્યું છે. આ કાવ્ય ગ્રંથના આધારે તેઓ બસવાંક નામક જૈન બ્રાહ્મણના પુત્ર હોવાનું જણાય છે. ભાસ્કરે ઉક્ત કાવ્ય પેનગોંડેના શાંતીશ્વર જિનાલયમાં શાલિવાહન શક સંવત્ ૧૩૪૫ (ઈ.સ.૧૪૨૩)માં રચ્યું હતું. કાવ્યનો કથાભાગ મનોહર છે. સન્નિવેશ રચનામાં કવિએ પોતાના કૌશલને સુંદર ઢંગે અભિવ્યક્ત કર્યું છે. ભાસ્કરની શૈલી સરળ, લલિત તથા નાદમય છે. કવિનું કલ્પનાચાતુર્ય હૃદયગ્રાહી છે. મહાકવિ વાદીભસિંહ સૂરિના ક્ષેત્રચૂડામણિ કાવ્યનું જ આ કન્નડ રૂપાંતર છે. આ કાવ્ય પ્રકાશિત થઈ ગયું છે. કલ્યાણકીર્તિ
તેઓ ૧૫મી શતાબ્દીના મધ્ય ભાગમાં થયેલ જણાય છે કેમકે તેમણે પોતાનું ‘જ્ઞાનચન્દ્રાભ્યુદય’ ઈ.સ.૧૪૩૯માં રચ્યું હતું. કવિ કલ્યાણકીર્તિએ જ્ઞાનચન્દ્રાભ્યુદય, કામનકથે, અનુપ્રેક્ષે, જિનસ્તુતિ અને તત્ત્વભેદાષ્ટક આ ગ્રંથોની રચના કરી છે. ‘જ્ઞાનચન્દ્રાભ્યુદય' નામક કથા ગ્રંથમાં એમ બતાવવામાં આવ્યું છે કે જ્ઞાનચન્દ્ર રાજાએ તપસ્યા દ્વારા કયા પ્રકારે પોતાનો આધ્યાત્મિક વિકાસ કર્યો. લગભગ ૯૦૦ પઘોનું આ કાવ્ય વાર્ષિક ભામિનિ અને પરિવર્ધિન ષદિ નામક છંદોમાં છે.
બીજી રચના જૈનધર્મ સાથે સંબંધિત કામનકથે છે. તે સાંગત્ય છંદમાં છે. કવિએ તે તુલુ દેશના શાસક ભૈરવસુત પાંડ્યરાયની પ્રેરણાથી રચ્યું હતું. તેમાં લગભગ ૩૩૦ પદ્ય છે. તેની શૈલી સરસ છે. કલ્યાણકીર્તિના બાકીના ત્રણ ગ્રંથ પણ જૈનધર્મ સંબંધિત છે. કવિનું એક અન્ય કાવ્ય સિદ્ધરાશિ છે, પરંતુ તે હજી સુધી ઉપલબ્ધ નથી. જ્ઞાનચન્દ્રાભ્યુદયને છોડીને બાકીના ગ્રંથ અપ્રકાશિત છે.
રત્નાકર વર્ણી
રત્નાકર વર્ણીના રત્નાકરસિદ્ધ, રત્નાકરઅણ્ણ વગેરે કેટલાંય નામ હતા, પરંતુ કવિને રત્નાકરસિદ્ધ નામ જ વિશેષ પ્રિય હતું. રત્નાકરે પોતાને કર્ણાટકવાસી, ક્ષત્રિયવંશી અને શ્રી મંદરસ્વામીના પુત્ર બતાવ્યા છે તથા ચારુકીર્તિને દીક્ષાગુરુ અને હંસનાથને મોક્ષગુરુ કહ્યા છે. રત્નાકરે ૧૦ હજાર પદ્ય પરિમિત પોતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org