________________
ષટ્રપદિ અને સાંગત્યયુગ
૮૩
“ભરતેશવૈભવ' નામક મહાકાવ્ય માત્ર ૯ માસમાં પૂર્ણ કર્યું હતું. જોકે આ વાત થોડી અતિશયોક્તિપૂર્ણ માલૂમ પડે છે. પરંતુ મહાકવિ રત્નાકર માટે તે અશક્ય નથી.
દેવચંદ્રના કથનાનુસાર રત્નાકરે ભરતેશવૈભવ ઉપરાંત અપરાજિતેશ્વરશતક, ત્રિલોકશતક તથા રત્નાકરાધીશ્વરશતક નામક શતકત્રયની તથા બે હજાર અધ્યાત્મગીતોની રચના કરી છે. કવિએ ત્રિલોકશતકમાં પોતાનું જન્મસ્થળ મૂડબિદ્રી બતાવ્યું છે. આ શતકનો રચનાકાળ ઈ.સ.૧૪૫૭ છે. સંભવ છે કે આ શતક કવિની પ્રથમ કૃતિ હોય છે. આ રીતે રત્નાકરે ૧૫મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં જ પોતાની કૃતિઓની રચના કરી છે.
રત્નાકરના પ્રત્યેક શતકમાં ૧૨૮ પદ્ય છે. આ શતકોમાં લોકસ્વરૂપ બતાવનાર ત્રિલોકશતક કંદ પદ્યમાં છે. બાકી બે શતક વૃત્તમાં નિરૂપિત છે. તેમાં રત્નાકરશતક કવિની પ્રત્યુત્પન્નમતિને પ્રતિબિંબિત કરનાર એક સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. બાકી શતકોની જેમ નીતિનિરૂપણ કરવું જ તેનું લક્ષ્ય છે, છતાં પણ તેમાં ઓજ તથા તેજ છે. રત્નાકર એક સ્વતંત્રચેતા કવિ છે. તેમની વાણી સટીક તથા મર્મસ્પર્શી છે, જોકે કર્મ પ્રતિપાદન તથા તત્ત્વજિજ્ઞાસાના સંદર્ભમાં તેમનો દૃષ્ટિકોણ ઉદાર છે.
જીવનની ક્ષણભંગુરતાનો સ્વીકાર કરવા છતાં પણ રત્નાકર ભોગથી વિમુખ થવાની વાત નથી કહેતા; પરંતુ તેઓ કહે છે કે ભોગને ભોગવતાં પણ શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકાય છે. આ જ કવિના ભરતેશવૈભવ મહાકાવ્યનો સાર છે. - ભરતેશવૈભવ ભરત ચક્રવર્તીના ચરિત્ર સાથે સંબંધિત એક મહાકાવ્ય છે. કથા ખૂબ જૂની છે. ભરત પ્રથમ તીર્થંકર ઋષભદેવના જયેષ્ઠ પુત્ર, સોળમા મનુ, પ્રથમ ચક્રી અને ચરમશરીરી છે. અન્ય બધા શલાકાપુરુષોનાં જીવનચરિત્રની જેમ ભરતનાં જીવનચરિત્રનો આધાર પણ આચાર્ય જિનસેનનું આદિપુરાણ જ છે. રત્નાકરે જિનસેન દ્વારા વર્ણિત ભારતની કથાના મૂળ રૂપનો સ્વીકાર કરવા છતાં પણ તેના વિવરણમાં પર્યાપ્ત પરિવર્તન કર્યું છે. પ્રથમ તીર્થંકર ઋષભદેવની કથાના એક અંગ રૂપે વર્ણિત આ કથાના આધારે એક સ્વતંત્ર કૃતિની રચના કરવી તે રત્નાકરની વિશેષતા છે. તેમની પહેલાં કોઈ પણ કન્નડ કવિએ આવી રચના નહોતી કરી. રત્નાકરે જે કંઈ કથાવસ્તુ ઉપલબ્ધ હતી તેને પોતાની નવીન કલ્પનાઓથી સજાવી છે તથા પોતાના કથાનાયકના ચરિત્રને નવીન ઊંચાઈઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org