________________
ચંયુગ
બાહુબલિ અને મધુર
૧૪મી શતાબ્દીના પુરાણરચયિતાઓમાં બાહુબલિ અને મધુરને પણ સમ્મિલિત કરી શકાય. બાહુબલિનો સમય લગભગ ઈ.સ.૧૩પર અને મધુરનો સમય ઈ.સ.૧૩૮૫ છે. બંનેનાં કાવ્યનું વિષયવસ્તુ એક જ છે અને તે છે ૧૫મા તીર્થંકર ધર્મનાથનું ચરિત્ર. “ઉભયભાષાકવિચક્રવર્તી” ઉપાધિધારી બાહુબલિનો ગ્રંથ ધર્મનાથપુરાણ એક પ્રૌઢ ગ્રંથ છે. તેમાં ૧૬ આશ્વાસ છે. મધુરના ગ્રંથમાં હાલ માત્ર ચાર જ આશ્વાસ ઉપલબ્ધ છે. મધુરે પોતાની ખૂબ પ્રશંસા કરી છે. સંભવતઃ તે વિજયનગરના રાજ હરિહરની સભાના કવિ હતા. તેમના વર્ણનમાં સ્વાભાવિકતા છે.
અભિનવ વિદ્યાનંદ અને ભટ્ટારક અકલકે પોતપોતાની કૃતિઓમાં મધુરના પદ્યો લીધા છે. મધુરની એક ગોમ્સસ્તુતિ પણ છે. જૈન ચંપુ કવિઓમાં મધુર અંતિમ કવિ છે. બાહુબલિ અને મધુર બંને જૈન પરંપરાના કવિ છે. તેમના કાવ્યોમાં પણ જૈન પુરાણોની સામાન્ય વિશેષતાઓ ઉપલબ્ધ થાય છે. મંગરાજ અથવા મંગરસ
ચૌદમી શતાબ્દીના ચંપૂ રચયિતાઓમાં “ખગેન્દ્રમણિદર્પણ” નામક વૈદ્યક ગ્રંથના રચયિતા મંગરાજ (ઈ.સ.૧૩૬૦) એક વિશિષ્ટ કવિ છે. તેમણે પોતાને હોસલ દેશાંતર્ગત મુગુલિપુરના અધિપ અને પૂજ્યપાદના શિષ્ય બતાવ્યા છે. તેમની પત્નીનું નામ કામલતા હતું અને તેમના ત્રણ સંતાન હતા. આ બધી વાત તેમની કૃતિઓમાંથી જ્ઞાત થાય છે. કવિએ વિજયનગરના રાજા હરિહરની પ્રશંસા કરી છે. આથી મંગરસ તેમના સમકાલીન હતા. તેમને “સુલલિતકવિપિકવસંત', વિભુવંશલલામ' વગેરે કેટલીય પદવીઓ મળી હતી. મંગરાજનું કહેવું છે કે જનતાની વિનંતીથી મેં સર્વજનોપકારી આ વૈદ્યક ગ્રંથની રચના કરી છે.
આમાં માત્ર ઔષધિઓ જ નથી, પરંતુ મંત્ર-યંત્ર પણ છે. કવિનો મત છે કે “ઔષધિઓથી આરોગ્ય, આરોગ્યથી દેહ, દેહથી જ્ઞાન, જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલા માટે હું ઔષધશાસ્ત્ર બતાવી રહ્યો છું.” મંગરસે સ્થાવર અને જંગમ બંને પ્રકારના વિષને ઔષધ બતાવ્યું છે. ખગેન્દ્રમણિદર્પણ એક શાસ્ત્રીય ગ્રંથ છે છતાં પણ તેમાં કાવ્યના ગુણ ઉપસ્થિત છે. તેની રચના લલિત અને શૈલી પણ સુંદર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org