________________
કન્નડ જૈન સાહિત્યનો ઈતિહાસ
પોતાના કવિતા-ચાતુર્યની સ્વયં પ્રશંસા કરી છે. તેમનું નેમિનાથપુરાણ એક ચંપૂગ્રંથ છે. તે ૧૬ આશ્વાસોમાં પૂર્ણ થયું છે. આમાં હિરવંશ તથા કુરુવંશ બંનેની કથા વર્ણિત છે. ગ્રંથારંભે બધા કવિઓની જેમ સિદ્ધ, સરસ્વતી વગેરેની સ્તુતિ ઉપરાંત આચાર્ય તથા કવિઓની સ્તુતિ કરવામાં આવી છે. નેમિનાથપુરાણનો બંધ પ્રૌઢ છે. આ પુરાણ હજી અપ્રકાશિત છે.
આંડચ્ય
૭૮
આંડય્યના કાવ્યનું નામ કબ્બિગરકાવ અર્થાત્ મદનવિજય છે. કન્નડ ભાષાભાષીઓના નિવેદનથી તેમણે આ કાવ્યની રચના કરી હતી. વસ્તુતઃ આ રચના કન્નડ ભાષાભાષીઓ માટે કવિની એક અપૂર્વ દેન છે. મદનવિજય કાવ્યમાં વૈદિક પુરાણોક્ત શિવ અને કામનું યુદ્ધ વર્ણિત છે. કોઈ પણ જૈન મૂળ ગ્રંથમાં અનુપલબ્ધ એક નવીન કથાને કવિએ સ્વપ્રતિભાચાતુર્ય દ્વારા સુંદર રીતે નિરૂપિત કરી છે. પોતાની પૂર્વ સ્થિતિ સંબંધે અજાણ બનેલ કામ રિત દ્વારા કામવિજય સંબંધી પોતાની જ કથા સાંભળીને શાપથી મુક્ત થઈ જાય છે. વસ્તુતઃ આ કવિની એક નવીન ઉદ્ભાવના છે. આંડય્ય કન્નડ સાહિત્યને એક નવીન કથાવસ્તુ પ્રદાન કરવા માટે જ નહિ, પરંતુ પોતાની કથન-શૈલી અને ભાષા-વૈશિષ્ટ્ય માટે પણ ચિરસ્મરણીય છે. પૂર્વના કવિઓની કૃતિઓમાં સંસ્કૃત સમાસપદોની ક્લિષ્ટતાને જોતાં કવિનું મન દુ:ખી થયું હશે અને એટલા માટે તેમણે દેશ્ય તથા તદ્ભવ શબ્દોને અપનાવવાનો પ્રયાસ કર્યો હશે. આંડય્યની ભાષા-શૈલી લલિત તથા મધુર અને વર્ણન ચિત્તાકર્ષક છે. તેના કાવ્યમાં પ્રયુક્ત ‘મુક્તપદગ્રાસ’ નામક શબ્દાલંકાર સ્વાભાવિક તથા લલિત છે.
કવિએ પોતાના કાવ્યમાં જૈન ધર્મની શ્રેષ્ઠતાને બહુ જ સુંદર ઢબે ચિત્રિત કરી છે. એતદર્થ માત્ર એક ઉદાહરણ પર્યાપ્ત થશે. એક જ બાણથી શિવને અર્ધનારીશ્વર બનાવનાર મહાશૂર મન્મથ (કામદેવ) એક શ્રમણ (મુનિ)ને જોઈને થર-થર કાંપવા લાગ્યો અને તે શ્રમણની મહાન તપસ્યાથી પ્રભાવિત થઈને તે ભક્તિથી વિનમ્ર બની ગયો. જ્યારે એક શ્રમણમાં જ આટલું સામર્થ્ય હોય તો પછી તીર્થંકરના મહિમાનું તો શું કહેવું ? જૈન ધર્મનો મહિમા બતાવવા માટે કવિ આંડય્યનું આ કથા-ચાતુર્ય પ્રશંસનીય છે. વસ્તુતઃ આંડય્યના આ કાવ્યમાં લાલિત્ય તથા માધુર્ય બંને ઉપસ્થિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org