________________
પૌરાણિક મહાકાવ્ય
૭૭
ન્યાયવાદી, શ્રાવક અને શ્રાવિકા પરિવાર, ૭. આયુ, શૈશવાવસ્થા, રાયાવસ્થા (જો હોય તો), છબસ્થાવસ્થા અને કેવલી અવસ્થાનું વર્ણન.
ગ્રંથકર્તા પોતાના સમયના બહુ મોટા કવિ હતા. તેમની અન્ય કૃતિઓ છેઃ પદ્માનન્દ, બાલભારત વગેરે ૧૩ ગ્રંથ. બાલભારતના પરિચય સાથે આ કવિનો વિશેષ પરિચય આપવામાં આવ્યો છે.
મહાપુરુષચરિત – આ રચનામાં પાંચ સર્ગો છે. ઋષભ, શાન્તિ, નેમિ, પાર્થ અને વર્ધમાન એ પાંચ તીર્થકરોનું આલેખન છે. આના ઉપર એક ટીકા પણ છે, તે સંભવતઃ સ્વોપજ્ઞ છે. તેમાં ઉક્ત કૃતિને કાવ્યોપદેશશતક યા ધર્મોપદેશશતક પણ કહેવામાં આવી છે.
તેના કર્તા મેરૂતુંગ છે. તેમની અન્ય રચના પ્રબંધચિન્તામણિ (સન્ ૧૩૦૬) છે. કવિનો વિશેષ પરિચય પ્રબંધચિન્તામણિના પ્રસંગે આપવામાં આવશે.
લઘુષિષ્ટિશલાકાપુરુષચરિત – આ ગ્રંથ હેમચંદ્રાચાર્ય કૃત ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતનું અનુસરણ કરી તેના આધારે રચાયો છે. તેમાં ૧૦ પર્વો છે પરંતુ તેની વર્ણનશૈલી અલગ લાગે છે. તેમાં કોઈ તીર્થંકરના ચરિત્રમાં દિકુમારીઓનો મહોત્સવ વિસ્તારથી વર્ણવાયો છે, તો કોઈમાં દીક્ષા મહોત્સવ, તો કોઈમાં સમવસરણની રચના અતિ વિસ્તારથી નિરૂપિત છે. સર્વત્ર ઈન્દ્રોની સ્તુતિ અને તીર્થકરોની દેશના સંક્ષેપમાં આપવામાં આવી છે. અવાન્તર કથાઓ પણ સંક્ષિપ્ત રૂપમાં આપવામાં આવી છે.
જો કે આ ગ્રંથ હેમચન્દ્રના બૃહત્કાય ગ્રંથને અનુસરી રચાયો છે તેમ છતાં તેમાં શાન્તિનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીરનાં ચરિત્રોના સંકલનમાં
૧. ગાયકવાડ ઓર. સિરિઝ સં. ૧૮, વડોદરા, ૧૯૩૨, પરિશિષ્ટ “'; જિનરત્નકોશ,
પૃ. ૨૩૪માં પધાનન્દકાવ્યના પરિચય સાથે. ૨. જિનરત્નકોશ, પૃ. ૩૦૫. ૩. જિનરત્નકોશ, પૃ. ૩૩૫; તેનો ગુજરાતી અનુવાદ ૫. મફતલાલ ઝવેરચંદકૃત છોટાલાલ
મોહનલાલ શાહ, ઉનાદા (ઉત્તર ગુજરાત) દ્વારા વિ.સં. ૨૦૦૫માં પ્રકાશિત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org