________________
૭૬
અંતિમ વર્ષોમાં આ ગ્રંથની રચના કરી હતી. ડૉ. બૂલ્હરે તેની રચનાનો સમય વિ.સં. ૧૨૧૬-૧૨૨૮ માન્યો છે. વિ.સં. ૧૨૨૯માં હેમચન્દ્રનો સ્વર્ગવાસ થયો હતો. ૧
જૈન કાવ્યસાહિત્ય
પ્રશસ્તિમાંથી એ પણ જાણવા મળે છે કે તેની રચના યોગશાસ્ત્રની રચના પછી ક૨વામાં આવી હતી. યોગશાસ્ત્રની વૃત્તિમાં કેટલાય શ્લોકો ત્રિષ્ટિશલાકાપુરુષચરિતમાંથી ઉતારવામાં આવ્યા છે. આ ઉપરથી આપણે માની શકીએ કે ઉક્ત વૃત્તિ અને આ ચિરતની રચના એક સાથે થઈ હતી. આટલું જ નહિ પરંતુ પરિશિષ્ટપર્વની યોજના પણ તે જ સમયે બની ગઈ હતી, તેનાં પણ કેટલાંક પ્રમાણો મળે છે.
જો કે હેમચન્દ્રે પૂર્વાચાર્યો કે તેમની કૃતિઓનો ઉલ્લેખ કર્યો નથી છતાં તેમણે અનેક પૂર્વાચાર્યોની કૃતિઓનો ઉપયોગ કર્યો છે. તેમના પહેલાં દિગંબર અને શ્વેતાંબર બંને સંપ્રદાયોના કવિઓએ આ વિષયને લઈને સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં રચનાઓ કરી છે. તેમના સમય સુધીમાં તીર્થંકરોનાં અલગ અલગ અનેક આખ્યાનો પણ લખાયાં હતાં. વિમલસૂરિ, રવિષેણ, શીલાંક, જિનસેન પ્રથમ, દ્વિતીય, સ્વયંભૂ, પુષ્પદન્ત, ધવલ વગેરેની કૃતિઓ ઉપરાંત આવશ્યકસૂત્ર તેમ જ બીજા સૂત્રો ઉપર રચાયેલી ચૂર્ણિઓ તથા હરિભદ્રસૂરિની ટીકાઓ વગેરેમાં આવતી કથાઓ પણ હેમચન્દ્રાચાર્યની સામે હતી જ. પૂર્વવર્તી આચાર્યોની અનેક કૃતિઓનો હેમચન્દ્રાચાર્યે પોતાની આ કૃતિમાં વત્તોઓછો ઉપયોગ કર્યો છે. ત્રિષષ્ટિશલાકાપુરુષચરિતથી પ્રભાવિત રચનાઓ :
ચતુર્વિંશતિજિનેન્દ્રસંક્ષિપ્તચરિતાનિ (અમરચંદ્રસૂરિ) - ઈ.સ. ૧૩૨૮ પહેલાં રચાયેલી આ કૃતિમાં ૨૪ અધ્યાય અને ૧૮૦૨ પદ્ય છે. આમાં ૨૪ તીર્થંકરોનાં સંક્ષિપ્ત જીવનચરિતો આપવામાં આવ્યાં છે. કર્તાનો આશય બધા જિનોનાં ચરિત્રો ટૂંકમાં લખવાનો હોવાથી તેમને કાવ્યકલા દર્શાવવાનો કોઈ અવકાશ મળ્યો નથી. પ્રત્યેક અધ્યાયમાં મુખ્ય વિષયોની ચર્ચા આ પ્રમાણે છે ૧. પૂર્વભવ, ૨. વંશપરિચય, ૩. તીર્થંકરને વિશેષ નામ આપવાની વ્યાખ્યા, ૪. ચ્યવન, ગર્ભ, જન્મ, દીક્ષા અને મોક્ષના દિવસો, ૫. ચૈત્યવૃક્ષની ઊંચાઈ, ૬. ગણધર, સાધુ, સાધ્વી, ચૌદપૂર્વી, અવધિજ્ઞાની, મન:પર્યાયજ્ઞાની, કેવલી, વિક્રિયા ઋદ્ધિધારી
૧. વિશેષ જીવનચરિત્રને માટે જુઓ હેમચંદ્રાચાર્યજીવનચરિત્ર (કસ્તૂરમલ બાંઠિયા), ચૌખમ્બા વિદ્યાભવન, વારાણસી ૧. પરિશિષ્ટ ‘’ અને ‘વ’માં ગ્રંથસૂચી આપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org