________________
પૌરાણિક મહાકાવ્ય
૭૫
અર્થાત્ તે રાજા ઉત્તર દિશામાં તુરુષ્ક દેશ સુધી, પૂર્વમાં ગંગા નદી સુધી, દક્ષિણમાં વિધ્યગિરિ સુધી અને પશ્ચિમમાં સમુદ્ર સુધી પૃથ્વીનું શાસન કરશે.
કાવ્ય અને શબ્દશાસ્ત્રની દૃષ્ટિએ પણ કાવ્ય અતિ મહત્ત્વનું છે. તે પ્રસાદગુણથી વ્યાપ્ત છે. અલંકારો અને કવિકલ્પનાઓ તથા શબ્દમાધુર્યથી પણ વ્યાપ્ત છે. તેની ભાષા સરળ કિન્તુ ગૌરવપૂર્ણ છે. આ ગ્રંથ વાંચવાથી શબ્દશાસ્ત્ર, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, પૌરાણિક કથા, ઈતિહાસ વગેરે અનેક બાબતોની ઉપલબ્ધિ એક સાથે થાય છે.
હેમચન્દ્રની સાથે કુમારપાળનું પ્રથમ મિલન નીચે પ્રમાણે વર્ણવવામાં આવ્યું છે –
એક વખત વજશાખા અને ચન્દ્રકુલમાં થયેલા આચાર્ય હેમચન્દ્ર તે રાજાની દૃષ્ટિમાં આવશે. જયારે આચાર્ય જિનચૈત્યમાં ધર્મદેશના દેતા હશે ત્યારે તેમની વંદના કરવા પોતાના શ્રાવક મંત્રી સાથે તે રાજા આવશે. તત્ત્વને ન જાણતા હોવા છતાં શુદ્ધ ભાવથી આચાર્યને વંદના કરશે. પછી તેમના મુખે શુદ્ધ ધર્મદેશના પ્રીતિપૂર્વક સાંભળી તે રાજા સમ્યક્તપૂર્વક અણુવ્રતો સ્વીકારશે અને પૂર્ણ રીતે બોધ પામી શ્રાવકોના આચારના પારગામી થશે.
સોમપ્રભકૃત કુમારપાલપ્રતિબોધના આરંભના કથાનક સાથે આ વર્ણન બહુ જ મળતું છે. તેથી ઐતિહાસિક સત્યની દૃષ્ટિએ પણ આચાર્યની સાથે કુમારપાળનો સંબંધ વાડ્મટ જેવા જૈન મંત્રીઓની પ્રેરણાથી બહુ જ ગાઢ થયો અને જૈનધર્મ પ્રતિ કુમારપાળનો આધ્યાત્મિક ભાવ હેમચન્દ્રાચાર્યના સહૃદય ઉપદેશોથી અત્યંત વૃદ્ધિ પામ્યો. - કર્તા અને રચનાકાલ – આ ચરિતગ્રંથના કર્તા પ્રસિદ્ધ આચાર્ય હેમચન્દ્ર છે, તેમના જીવનચરિત વિષયક બહુવિધ સામગ્રી ઉપલબ્ધ છે. તેમના જીવનચરિત ઉપર આ “જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસના પૂર્વ ભાગોમાં પર્યાપ્ત પ્રકાશ ફેંક્યો
છે.
આ ચરિતગ્રંથમાં મોટી પ્રશસ્તિ આપી છે, તેમાંથી જાણવા મળે છે કે આ ગ્રંથની રચના હેમચન્દ્ર ચૌલુક્ય નરેશ કુમારપાળની વિનંતીથી કરી હતી. સંભવતઃ કુમારપાળે જૈનધર્મ સ્વીકાર્યા પછી તેની વિનંતીથી હેમચન્દ્ર પોતાના જીવનના
૧. પર્વ ૧૦, પ્રશસ્તિ, પદ્ય ૧૬-૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org