________________
જૈન કાવ્યસાહિત્ય
કુલવાલુક અને કુમારપાલ રાજા વગેરેનાં ચરિત્ર અને પ્રબન્ધ બહુ જ પ્રભાવક રીતે આલેખાયાં છે. તેમાં પણ શ્રેણિક, કોણિક, અભયકુમાર, આર્દ્રકુમાર, દર્દુરાંકદેવ, અંતિમ રાજર્ષિ ઉદાયન અને ગોશાલક વગેરેનાં વૃત્તાન્તો બહુ જ વિસ્તારથી આપવામાં આવ્યાં છે. આમાંથી કેટલાય અંશો બીજા ગ્રંથોમાં અલભ્ય છે. પાંચમા અને છઠ્ઠા આરાનો (કાલનો) વૃત્તાન્ત તથા ઉત્સર્પિણી કાળમાં આવનારો વૃત્તાન્ત પણ ખૂબ વિસ્તારથી આપ્યો છે. આ અને બીજી અનેક બાબતોથી પરિપૂર્ણ આ ચરિત ઘણું મહત્ત્વ ધરાવે છે.
આ ચરિતગ્રંથમાં તત્કાલીન અનેક સામાજિક ચિત્ર દૃષ્ટિગોચર થાય છે, જેમકે ઋષભદેવના વિવાહના પ્રસંગમાં હેમચન્દ્રાચાર્યે સમકાલીન પ્રથાઓ અને રીતરિવાજો વર્ણવ્યાં છે.૧
૭૪
ધાર્મિક દૃષ્ટિએ તેની મહત્તા દસ પર્વોમાં અલગ અલગ તીર્થંકરોની દેશના દ્વારા જૈન સિદ્ધાન્તોના વિવેચનમાં છે. તેમાં નયોનું સ્વરૂપ, ક્ષેત્રસમાસ, જીવવિચાર, કર્મસ્વરૂપ, આત્માનું અસ્તિત્વ, બાર ભાવના, સંસારથી વિરક્તિ વગેરેનું સરળ અને ચિત્તાકર્ષક ભાષામાં નિરૂપણ કરવામાં આવ્યું છે.
ઐતિહાસિક દૃષ્ટિએ પણ આ ચરિતગ્રંથના દસમા પર્વના બે વિભાગ અત્યન્ત ઉપયોગી છે. એક તો કુમારપાલના ભવિષ્યકથનના રૂપમાં લખાયેલું ચરિત અને બીજો ગ્રંથની અંતિમ પ્રશસ્તિ. અન્ય પ્રશસ્તિમાં કેટલીય વાતો તો પ્રકરણના પ્રારંભમાં આપવામાં આવી છે, પરંતુ અખિલ પ્રશસ્તિ ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત ઉપયોગી છે. ૧૦મા પર્વના ૧૨મા સર્ગમાં કુમારપાલના ચરિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં પાટણનું, કુમારપાળનું, તેના રાજ્યવિસ્તારનું, જિનપ્રતિમાના પ્રાસાદનું તથા બીજી અનેક બાબતોનું વર્ણન છે. રાજ્યવિસ્તારનું વર્ણન કરતાં લખ્યું છે કે
'स कौबेरीमातुरूकमैन्द्रीमात्रिदशापगाम् । याम्यामाविन्ध्यमाम्भोधिं पश्चिमां साधयिष्यति' ॥
૧. પર્વ ૧, સર્ગ ૨, શ્લો. ૭૯૬-૮૦૪
૨. ગુજરાતી ભાષાન્તર પર્વ ૧-૨ની પ્રસ્તાવના, પૃ. ૩ ૩. પર્વ ૧૦, સર્ગ ૧૨, શ્લો. ૩૭-૯૬
૪. એજન, શ્લો. ૫૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org