________________
પૌરાણિક મહાકાવ્ય
૭૩
૪થા પર્વમાં શ્રેયાંસનાથથી ધર્મનાથ સુધીના પાંચ તીર્થકર, પાંચ વાસુદેવ, પાંચ પ્રતિવાસુદેવ અને પાંચ બલદેવ તથા બે ચક્રવર્તી મઘવા અને સનકુમાર આમ કુલ ૨૨ મહાપુરુષોનાં ચરિતો છે.
પમા પર્વમાં શાન્તિનાથનું ચરિત છે. તે એક જ ભવમાં તીર્થકર અને ચક્રવર્તી બંને હતા. તેમનાં બે ચરિતો ગણવામાં આવ્યાં.
૬ઠ્ઠા પર્વમાં કુંથનાથથી મુનિસુવ્રત સુધીના ચાર તીર્થકર, ચાર ચક્રવર્તી, બે વાસુદેવ, બે બલદેવ તથા બે પ્રતિવાસુદેવ આ ચૌદ મહાપુરુષોનાં ચરિતો છે. તેમાં પણ કુંથુનાથ અને અરનાથ તે જ ભવમાં ચક્રવર્તી બન્યા હતા. તેમની બે ચક્રવર્તી તરીકે ગણતરી કરવામાં આવે છે.
૭મા પર્વમાં નેમિનાથ, ૧૦મા-૧૧માં ચક્રવર્તી હરિફેણ અને જય તથા આઠમા બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ - રામ, લક્ષ્મણ તથા રાવણ - નાં ચરિતો એમ કુલ મળીને છ મહાપુરુષોનાં ચરિતો છે.
૮મા પર્વમાં નેમિનાથ તીર્થકર તથા નવમા વાસુદેવ, બદલેવ અને પ્રતિવાસુદેવ - કૃષ્ણ, બલભદ્ર અને જરાસંધ એમ કુલ મળીને ચાર મહાપુરુષોનાં ચરિતો છે. પાંડવ-કૌરવ પણ નેમિનાથના સમકાલીન હતા. તેમનાં ચરિતો પણ આ પર્વમાં આવ્યાં છે. આ પર્વની કથાવસ્તુ જૈન હરિવંશપુરાણના રૂપમાં પણ કહેવામાં આવે છે. દિગંબર આચાર્ય જિનસેનનું સંસ્કૃતમાં રચાયેલું હરિવંશપુરાણ ખૂબ પ્રખ્યાત છે. આ ઉપરાંત સ્વયંભૂ, ધવલ વગેરે કવિઓએ પણ પોતાની કુશલ કલમ આ વિષય ઉપર ચલાવી છે. ( ૯મા પર્વમાં પાર્શ્વનાથ તીર્થકર અને બ્રહ્મદત્ત નામના બારમા ચક્રવર્તીનાં ચરિતો છે.
૧૦મા પર્વમાં ભગવાન મહાવીરનું જીવનચરિત છે. અન્ય પર્વોની અપેક્ષાએ આ પર્વ ઘણું જ મોટું છે. આખા પર્વમાં કુલ ૧૩ સર્ગો છે અને ગ્રન્થકારની પ્રશસ્તિ છે. આ પર્વમાં શ્રેણિક, કોણિક, સુલસા, અભયકુમાર, ચેટકરાજ, હલ્લવિહલ, મેઘકુમાર, નર્દિષેણ, ચેતના, દુર્ગન્ધા, આર્દ્રકુમાર, ઋષભદત્ત, દેવનન્દા, જમાલિ, શતાનીક, ચંડપ્રદ્યોત, મૃગાવતી, યાસાસાસા, આનન્દ આદિ દશ શ્રાવક, ગોશાલક, હાલીક, પ્રસન્નચન્દ્ર, ક્રાંકદેવ, ગૌતમસ્વામી, પુંડરીકકંડરીક, અંબડ, દશાર્ણભદ્ર, ધન્ના-શાલિભદ્ર, રૌહિણેય, ઉદયન શતાનીકપુત્ર, અન્તિમ રાજર્ષિ ઉદાયન, પ્રભાવતી, કપિલકેવલી, કુમારનદિ સોની, ઉદાયિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org